ગુજરાત વિરોધી મેધા પાટકર અને તીસ્તા સેતલવાડનું સમર્થન કરતો વિડિયો ઈસુદાન ગઢવીએ કર્યો રિ-શૅર

નવી દિલ્હીઃ  જે લોકોએ ઘણા દાયકા સુધી સરદાર સરોવરનું કામ ખોરવી નાખીને ગુજરાતની પ્રજાને, ખાસ કરીને કચ્છની પ્રજાને તરસી મારી નાખવાના કારસા કર્યા હતા એવા મેધા પાટકર જેવા લોકોને ઈસુદાન ગઢવી ખભે બેસાડીને ગુણગાન ગાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી એટલેથી પણ નથી અટક્યા અને ગોધરાકાંડના પીડિતોના નાણા ચાંઉ કરી દેવાનો જેના ઉપર આરોપ છે અને તેને કારણે જેલવાસ ભોગવી રહ્યા છે એવા તીસ્તા સેતલવાડનો પણ ગઢવીએ ખુલ્લેઆમ બચાવ કર્યો છે.

વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કોઇનો એક વીડિયો શૅર કર્યો હતો જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના વિરૂદ્ધ અને મેધા પાટકર અને સેતલવાડ જેવા લોકોના વખાણ કરવામાં આવ્યા હતા. એ વીડિયોને સંજય સિંહે એલજી સક્સેના ચોર હૈ એવા હેશટૅગ સાથે શૅર કર્યો હતો. સંજય સિંહના આ ટ્વિટને રિ-શૅર કરીને ગઢવીએ લખ્યું હતું કે, યે ભાજપા મૉડલ હૈ. જિતના આપ ગુનાહ જ્યાદા કરોગે ઉતના ઉનકો પદ મિલેગા.

વીડિયો મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કિસાન સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા કથિત ખેડૂત નેતા ડૉ. સુનિલમનો છે. તેમાં એ મેધા પાટકર અને તીસ્તા સેતલવાડ જેવાં લોકોને મહાન બતાવી રહ્યા છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાને વિલન ચીતરવાનો પ્રયાસ કર્યો છે.

આખું ગુજરાત નર્મદા વિરોધી મેધા પાટકરથી નારાજ છે એ જાણીતું છે. એ જ રીતે તોફાન પીડિતોના નાણા ચાંઉ કરવાના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા તીસ્તા સેતલવાડે બે દાયકા સુધી ગુજરાતને અને હિન્દુઓને બદનામ કરવાની કોઈ તક છોડી નથી. તેમ છતાં એવા લોકોને મહાન ગણાવતા વીડિયોને ઈસુદાન ગઢવીએ સમર્થન આપીને આમ આદમી પાર્ટીની ગુજરાત વિરોધી માનસિકતાનો પરિચય આપી દીધો છે.

કેજરીવાલ પોતે અગાઉ ઘણીવાર જાહેરામાં ગુજરાત વિરોધી તેમજ હિન્દુત્વ વિરોધી માનસિકતા પ્રગટ કરી ચૂક્યા છે, અને તેથી ગુજરાતમાં પણ તેમના પક્ષના હોદ્દેદારો એવું જ વલણ ધરાવે છે એ વધુ એક વખત સ્પષ્ટ થયું છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો