36મો રાષ્ટ્રીય રમતોત્સવઃ સ્વિમિંગમાં ગુજરાતની સ્વીમર માના પટેલે ગોલ્ડ, આર્યને કાંસ્ય ચંદ્રક જીત્યો
October 05, 2022
— સ્વિમિંગ ઈવેન્ટ્સમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ ૦૯ ગોલ્ડ, ૩ સિલ્વર મળીને કુલ ૧૭ મેડલ જીત્યા
રાજકોટઃ ૩૬મા રાષ્ટ્રીય ખેલના રોમાંચ વચ્ચે રાજકોટમાં આજે સરદાર પટેલ સ્નાનાગારમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં રસાકસી સર્જાઈ હતી. જેમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ ૯ સુવર્ણ, ૩ રજત તથા ૫ કાંસ્ય મળીને કુલ ૧૭ મેડલ જીત્યા હતા.
૪૦૦ મીટર મીડલે-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ સુવર્ણ, કેરાલાના સજન પ્રકાશે રજત તથા ગુજરાતના આર્યન નહેરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટકાની હ્રીતિકા રામચંદ્રાએ સુવર્ણ, મધ્ય પ્રદેશની રીચા મિશ્રાએ રજત તથા મધ્યપ્રદેશની કન્યા નાયરે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
૨૦૦ મીટર બેકસ્ટ્રોક-પુરુષની સ્પર્ધામાં કર્ણાટકના ઉત્કર્ષ પાટિલે સુવર્ણ, મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ રજત તથા કર્ણાટકના શિવા એસ.એ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે સુવર્ણ, બંગાળની સોબ્રતિ મોંડલએ રજત તથા મહારાષ્ટ્રની પલક જોશીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
૫૦ મીટર ફ્રી સ્ટાઈલ પુરુષોની સ્પર્ધામાં કર્ણાટકના શ્રી હરિ નટરાજે સુવર્ણ, તમિલનાડુના પવન ગુપ્તાએ રજત તથા સર્વિસિસના રુદ્રાંશ મિશ્રાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચ્વહાણે સુવર્ણ, ગુજરાતની માના પટેલે રજત તથા આસામની શિવાંગી શર્માએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
હાઈબોર્ડ-પુરુષોની સ્પર્ધામાં સર્વિસિસના સિદ્ધાર્થ પરદેશીએ સુવર્ણ, સર્વિસિસના સૌરવ દેબનાથે રજત તથા મહારાષ્ટ્રના ઓમ અવસ્થીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. વોટર પોલોમાં આજે બંગાળની ટીમ મણિપુરને હરાવીને ૨૭ ગોલ સાથે વિજેતા બની હતી. જ્યારે મહારાષ્ટ્રની ટીમે ૮ ગોલ કરીને કર્ણાટકને હરાવ્યું હતું. પુરુષોની સ્પર્ધામાં કેરળ પંજાબ સામે ૧૫ ગોલ નોંધાવી વિજેતા બન્યું તો મહારાષ્ટ્રની ટીમે ૧૪ ગોલ ફટકારીને મણિપુરની ટીમને કારમી હાર આપી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે