૨૦૦ કિમી લાંબા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ ૪૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરાશે
June 25, 2024
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દ્વારકા થી સોમનાથ સુધીના આશરે ૨૦૦ કિમી લંબાઈના કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આશરે ૪૦,૦૦૦ જેટલા રોપાઓનું ૧૦x૧૦ મી.ના અંતરે વાવેતર કરવામાં આવશે. રાજ્યમાં ટ્રી કવર વધારવા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અગાઉ કરાયેલી કામગરીને ધ્યાને રાખીને જ સદભાવના વૃદ્ધાશ્રમને ‘હરિત વન પથ’ યોજનાના અમલ માટે ભાગીદારસહ આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ‘હરિત વન પથ’ યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ ૭૦ હેક્ટર વિસ્તારમાં આશરે ૭૦,૦૦૦ મોટા રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. હરિત વન પથ યોજના હેઠળ રાજ્યમાં ટ્રી કવર વધારવા અને રોડની બન્ને બાજુને હરિયાળી બનાવવા માટે ૫ X ૫ મી. ના અંતરે ૬ થી ૮ ફીટના રોપા ટ્રી-ગાર્ડ સાથે વાવેતર કરવાની એક અગત્યની યોજના છે. આ યોજના અગાઉના વાવેતરો કરતાં વિશિષ્ટ અને અત્યંત અસરકારક મોડલ તરીકે તૈયાર કરવામાં આવી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગત ૧૦ વર્ષમાં આશરે ૨૫ લાખ કરતાં પણ વધારે વૃક્ષોન્બુ વાવેતર કરીને ઉછેરવામાં આવ્યા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈવે પર કરવામાં આવનાર વૃક્ષારોપણમાં રોપા દીઠ અંદાજે રૂ. ૩૦૦૦ના ખર્ચે પ્રથમ વર્ષનું વાવેતર અને ત્રણ વર્ષ સુધીની જાળવણી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા કરવામાં આવશે. સંસ્થા પાસે તાંત્રિક માનવબળ, ટ્રેક્ટર્સ, ટેંકર્સ અને વૃક્ષારોપણ કામગીરી માટે તમામ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ છે. માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમે લોક ભાગીદારીથી PPP ધોરણે વનીકરણનું કામ કરવા ઇચ્છા દર્શાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યમાં રોડના મિડિયન, બન્ને બાજુ તેમજ અન્ય અનુકૂળ જગ્યાએ મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ-માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લામાં વૃક્ષારોપણ માટે વન વિભાગ સાથે રૂ. ૧૦ કરોડના MoU પણ કરવામાં આવ્યા હતા.
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય