દ્વારકાનું મહાત્મ્ય ઉંચકાયું છેઃ શ્રદ્ધાળુઓની અસાધારણ ભીડ જામી રહી છે

ગુજરાતની વાત, દ્વારકા:  ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દ્વારિકા નગરીમાં મુલાકાતી શ્રદ્ધાળુઓની જે ભીડ થઇ હતી તે અસાધારણ હતી. કલાકો સુધી લોકો મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી કતારમાં ઉભા રહી જતા હતા. દ્વારિકા આખામાં બધું લોકોથી હકડેઠઠ ભરાયેલું હતું.

આમ તો દ્વારિકામાં સદીઓથી શ્રદ્ધાળુઓની ભીડ જામે છે અને દ્વારિકાધીશનું મંદિર કોઇ ફિલ્મનું મોહતાજ ન હોય, પરંતુ એ હકીકત સ્વીકારવી રહી કે તાજેતરમાં સો કરોડથી વધુનો ધંધો કરનાર ગુજરાતી ફિલ્મ લાલોએ લાખો લોકોને દ્વારકાધીશ યાદ કરાવી દીધા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, ગીત પાછલા કેટલાક મહિનાથી સૌને ઝુમાવે છે. અમદાવાદના કાંકરિયા મહોત્સવમાં લગભગ દરેક ગાયકે આ ગીત ગાયું, માંડવીના બીચ ફેસ્ટિવલમાં અઘોરી બેન્ડ દ્વારા કૃષ્ણ ભક્તિના અને દ્વારિકાધીશ અંગેના સંખ્યાબંધ રેપ સોંગ પ્રસ્તુત થયા. હમણાં લગ્નગાળો ગયો તેમાં સંગીત સંધ્યાઓમાં પણ આ ગીત તો હતું જ. માંગો વીસ અને આપે ત્રીસ એ વાક્ય પણ પ્રચલિત થઇ ગયું છે દ્વારિકાના રેફરન્સમાં. દ્વારકાનું મહાત્મ્ય એકદમ ઉંચકાયું છે તેવું વાતાવરણ બન્યું છે.

એક સમયે દ્વારકામાં રહેવા માટે હોટેલ્સ ન હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મૂકાયેલા ખૂશ્બુ ગુજરાત કી કેમ્પેઇન પછી આજે તો હોટેલ્સના અનેક વિકલ્પો મોજૂદ છે. બેટ દ્વારકા જવા માટેનો સુદર્શન સેતુ પુલ અને શિવરાજપુરનો દરિયાકિનારો લોકો માટે નવા અને વધારાના આકર્ષણ બન્યા છે. ભારતના સૌથી ધનિક અંબાણી પરિવારની દ્વારક મુલાકાતો અને ખાસ કરીને તો અનંત અંબાણીની જામનગરથી દ્વારકા પદયાત્રા દ્વારા પણ દ્વારકા લાઇમલાઇટમાં રહ્યું છે.

Comments

DILIP AMIN says:

It is good to know that Holy place Dwarika nagari is witnessing flood of pilgrimages. It is really a good sign particularly people have spiritual place visit instead of new year party. I wish to draw the attention that the queue management is very poor at the temple. Also there is no good wash room facility around the temple. Poor hygienic condition. One wash room facility near the parking area is very dirty ,most of the time it is closed. It is surrounded by cows , also cow dung are found along the devotee path .
I would like to draw the attention to the concern authority & humbly requesting them to maintain good facility for devotes similar to Somnath temple. Also need to improve queue management so that devotees can comfortably do Darshan of Dwarikadhisji .
Like me there are lakh of devotees who have express their feeling .
Request Deshgujart to take up the matter with Authority for the benefit of all the devotees & citizen of our great Gujarat..