નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ખતમ કરવા તીસ્તા સેતલવાડ અને કોંગ્રેસે પૂરી યોજના બનાવી હતી
September 21, 2022
નવી દિલ્હીઃ કોંગ્રેસે તીસ્તા સેતલવાડની સાથે મળીને નરેન્દ્ર મોદીને ફસાવીને તેમને મહત્તમ સજા અપાવી કાયમ માટે તેમની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાનું કાવતરું કર્યું હતું. આ વાતનો ખુલાસો એસઆઈટી દ્વારા તીસ્તા સેતલવાડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા આરોપનામામાં થયો છે.
ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને શ્રીકુમાર પણ તીસ્તા સેતલવાડ અને કોંગ્રેસને નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટા કેસો ઊભા કરવા પૂરો સાથ આપી રહ્યા હતા.
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટા સોગંદનામાં તૈયાર કરવા માટે વકીલોની પણ એક આખી ફોજ તૈયાર કરવામાં આવી હતી.
મોદી ભરોસા નામના ટ્વિટર હેન્ડલ દ્વારા આ અંગે ન્યૂઝ18ઈન્ડિયાએ પોસ્ટ કરેલી તિસ્તા સેતલવાડ વિરુદ્ધની આરોપનામાની નકલ શૅર કરીને આ સમગ્ર કેસની વિસ્તૃત માહિતી આપી છે.
એસઆઈટીના આ આરોપનામા અનુસાર પીડિતોને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે લાલચ અને ધાકધમકી આપવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપજાવી કાઢેલા સોગંદનામાં ઉપર સહી કરવા ગરીબોને ફરજ પાડવામાં આવી હતી. આ સોગંદનામાં અંગ્રેજીમાં હોવાથી ગરીબોને કશી ખબર પડી નહોતી અને તેમણે હસ્તાક્ષર કરી દીધા હતા.
ધમકીઓ આપવાનું કામ ડીજીપી શ્રીકુમારે કહ્યું હતું. શ્રીકુમાર પીડિતોને એમ કહેતા કે તેઓ તીસ્તાને સહકાર આપે અન્યથા તેઓ ત્રાસવાદીઓના ભોગ બનશે અને મુસ્લિમો તેમના દુશ્મન બની જશે. આ પીડિતોને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેમના નામે લાખો રૂપિયાનું ડોનેશન ઉઘરાવાયું હતું.
આ તમામ કાવતરાં અમદાવાદના શાહપુરમાં આવેલી એક ઑફિસમાં થતાં હતાં. કોંગ્રેસના નેતાઓ પીડિતોની છાવણીઓની મુલાકાત લેતા અને તેમના ઉપર દબાણ કરતા કે તેઓ તેમના કેસ ગુજરાત બહાર લઈ જવા માટે માગણી કરે. કોંગ્રેસ દ્વારા પીડિતોને એમ કહેવામાં આવતું કે તેમને ગુજરાતમાં ન્યાય નહીં મળે.
એસઆઈટી અનુસાર સંજીવ ભટ્ટ પણ અનેક નેતાઓ, સ્વૈચ્છિક સંગઠનો તેમજ મીડિયા સાથે ઇમેલ મારફત સંપર્કમાં રહેતા. સંજીવ ભટ્ટ ઉપર એક પીડિતના અપહરણનો અને ખોટા સોગંદનામા ઉપર તેની સહી કરાવવાનો પણ આરોપ છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે