૨૩ નવેમ્બરે વિસનગર ખાતે રૂ.૧૦૯ કરોડના વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ યોજાશે
November 21, 2023
મહેસાણા : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૩ નવેમ્બર ગુરુવારના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ સમારોહ યોજાશે.
આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરાશે. જ્યારે ૪૩ જેટલા વિકાસના નવા પ્રક્લપોનું ખાતમુર્હુત કરાશે.
આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરાશે.
આમ, મહેસાણા જિલ્લામાં રૂ. ૧૦૯ કરોડના આશરે ૮૫ જેટલા વિકાસના વિવિધ કામોની વણઝાર કરાશે.
મુખ્યમંત્રી શ્રી ના હસ્તે મહેસાણા જિલ્લામાં નવીન ૬૨ એમ્બ્યુલન્સ C.H.C.,P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં ₹.૯.૭૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને ₹.૩૬.૨૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં ₹.૬૧.૫૧ કરોડના કામોનું ભૂમિપૂજન અને ₹.૧.૬૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે
વધુમાં, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ વિસનગરના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે તા.23 નવેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે કાર્યક્રમ શરૂ કરાશે.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી જુગલસિંહ લોખંડવાલા, જિલ્લાના સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી કરશનભાઈ સોલંકી, શ્રી કિરીટભાઇ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી ડૉ..સી.જે ચાવડા સહિત જિલ્લાભરના આગેવાનો અને વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
તાજેતર ના લેખો
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય