દિલ્હીનાં તોફાનોમાં તત્કાલીન આપ નેતા તાહિર હુસેન સક્રિય રીતે સામેલ હતોઃ દિલ્હીની અદાલત
May 07, 2022
નવી દિલ્હીઃ ઈશાન દિલ્હીમાં 2020માં થયેલાં તોફાનોમાં આમ આદમી પાર્ટીનો તે સમયનો કાઉન્સિલ તાહિર હુસેન માત્ર કાવતરામાં જ નહીં પરંતુ તોફાનો કરવામાં પણ સક્રિય રીતે સામેલ હતો તેમ દિલ્હીની અદાલતે ઠરાવ્યું છે. 6ઠ્ઠી મે, 2022ને શુક્રવારે હુસેન તથા બીજા પાંચને આરોપી ઠેરવીને અદાલતે તેમના વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની વિવિધ કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા.
અધિક સેસન્સ જજ વિરેન્દ્ર ભટે નિરીક્ષણ કર્યું કે, “પ્રાથમિક દૃષ્ટિએ આ તમામ છ આરોપીઓએ તાહિર હુસેનના મકાન પરથી (આસપાસના) હિન્દુ સમુદાયની મિલકતોની તોડફોડ કરવી અને આગ લગાડવી અને એ હેતુ પાર કરવા પૂરતી તૈયારીઓ પણ કરવામાં આવી હતી.”
અદાલતે કહ્યું કે, તાહિર હુસેનના મકાન ઉપરથી પથ્થરો, પેટ્રોલ બોંબ વગેરે ફેંકાયા હતા, તેથી એ પૂરવાર થાય છે કે તાહિર હુસેન માત્ર કાવતરામાં સામેલ નહોતો પરંતુ તોફાનો કરવામાં સક્રિય ભાગીદાર હતો. આ તમામ છ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો 120બી, 147, 148, 427, 435, 395 તથા 149 હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે તાહિર હુસેન વિરુદ્ધ આ કલમો ઉપરાંત આઈપીસી કલમ 109 અને 114 હેઠળ વધારાના આરોપ ઘડવામાં આવ્યા છે.
He “was leading Muslim rioters and instigating them to teach a lesson to infidels… It is evident he was not only a mere conspirator but an active rioter also…to teach lesson to persons belonging to other community.”
~ Delhi court on Tahir Hussain. pic.twitter.com/LtTPhtt8uU— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) May 6, 2022
તાહિર ઉપરાંત આ કેસના અન્ય પાંચ આરોપીઓમાં અનસ, ફિરોઝ, જાવેદ, ગુલફાન તથા શોએબ આલમનો સમાવેશ થાય છે.
તાહિર તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ 27-02-2020ના રોજ એફઆઈઆર દાખલ થઈ હતી અને એ જ દિવસે તપાસ શરૂ થઈ ગઈ હતી. જોકે પછીથી આ કેસ એસઆઈટી ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો હતો.
A Delhi court while framing charges observed that it's evident that the accused Tahir Hussain (then AAP councillor) was not only a mere conspirator but an active rioter as well.. apart from being charged with the offence of conspiracy, he's liable to be charged for rioting, arson pic.twitter.com/GWuCZxfsxY
— DeshGujarat (@DeshGujarat) May 6, 2022
તપાસ દરમિયાન એ બહાર આવ્યું હતું કે આરોપીઓએ તાહિર હુસેનના મકાનનો ઉપયોગ કર્યો હતો અને ત્યાંથી ઈંટો, પથ્થરો, પેટ્રોલ બોંબ તેમજ એસિડ બોંબ ફેંક્યા હતા.
આ તપાસ અને વિગતોને આધારે પ્રોસિક્યુશને આક્ષેપ કર્યો હતો કે, તે સમયે એ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલ તાહિર હુસેને તેના ઘરેથી તેમજ નજીકના ચાંબબાગ પુલિયામાં આવેલી મસ્જિદમાંથી તોફાનીઓનું નેતૃત્વ કર્યું હતું.
ભારતની સંસદમાં CAA (સુધારા) ખરડો પસાર થયા પછી દેશમાં વિરોધપક્ષોના નેતૃત્વ હેઠળ મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધના ભાગરૂપે રાજધાની દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં મુસ્લિમો ત્રણ-ચાર મહિના સુધી બધી બાજુના રસ્તા બ્લૉક કરીને ધરણા ઉપર બેઠા હતા. આટલા લાંબા સમય સુધી સરકારે મચક ન આપતાં કેટલાક તત્વોએ તત્કાલીન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન હિંસા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે ફેબ્રુઆરી, 2020ના અંતે તોફાનો થયાં હતાં જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને કરોડોની મિલકતોને નુકસાન થયું હતું.
Court observed that it was evident that the accused Tahir Hussain was not only a mere conspirator but an active rioter as well…apart from being charged with the offence of conspiracy, he's liable to be charged for rioting and arson. https://t.co/RRLoZ7cDl3
— Raj Shekhar Jha (@tweetsbyrsj) May 6, 2022
Recent Stories
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
- Ahmedabad Gets Three New Police Stations
- ICGS Ajit Arrives at Okha; Strengthens Coast Guard's Surveillance Along Gujarat Coast
- AMC Announces New Demolition Policy; Mandates 7-Day Prior Notice, 15% Waste Reuse
