ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે.
આ ભારતની મોટી બહુહેતુક યોજનાઓમાંથી એક છે.તાપી નદી પર નિર્મિત આ યોજના બે તબક્કામાં પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કામાં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪ દરમિયાન ૬૩૩.૫૦ મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો. જ્યારે બીજા તબક્કામાં ઓગષ્ટ-૧૯૬૧માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી-૧૯૬૨માં રાજ્ય સરકારની મંજૂરી બાદ ૧૯૬૪માં કામ શરૂ કરી સને ૧૯૭૨માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશય સૌ પ્રથમવાર વર્ષ ૧૯૭૩માં એટલે કે ૫૩ વર્ષ પહેલા પાણી ભરવામાં આવ્યું હતું.
જળ સંગ્રહ શક્તિ -સિંચાઈ વિસ્તાર
અંદાજે ૬૦૦ ચો.કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલ આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ ૭,૪૯૭ મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ ૬૬૧૫ મિ.ઘ.મી. છે. બંધથી ઉપરવાસમાં લંબાઇ ૧૧૨ કિ.મી. છે તેમજ સરેરાશ પહોળાઇ ૫.૫ કિ.મી. જેટલી છે.જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઇ ૫૨૫ કિ.મી. જેટલી થાય છે. આ યોજના હેઠળ ૩,૩૧,૫૫૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ મળી છે. તે સિવાય ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર-ગોરધા-વડ અને તાપી-કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ ૨૯૮ ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઇ ૫૧,૧૧૦ મીટર છે. આ નહેરની વહન ક્ષમતા ૪૮૦ ક્યુસેક છે.
હરિત ઊર્જા ઉત્પાદન અને જળ વ્યવસ્થાપનનો અજોડ સંગમ:
ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉકાઈ યોજનાથી ઉકાઇ થર્મલ પાવર પ્લાન્ટના ૧૧૧૦ મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના ૩૦૫ મેગાવોટ, કાકરાપાર અણુ મથકના ૧૮૪૦ મેગાવોટ જેવા પ્લાન્ટમાં પાવર જનરેશન માટે પાણી આપવામાં આવે છે.
આ ઉપરાંત, કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ સાથે જ GIDC, જે.કે. પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજનાથી જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તાપી નદીનું કુદરતી વહન અને જળાશયની વિશેષતાઓ
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી ૭૨૪ કિ.મી. લંબાઈ ધરાવે છે, જેમાંથી ૨૧૪ કિ.મી. ગુજરાતમાં વહે છે. તાપી નદી ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર ૬૨,૨૨૫ ચો.કિ.મી. છે. પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ ૫૨૫ કિ.મી. છે.મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન નિયમનકારી પાણી ભરવાના લેવલ નક્કી કરાયા છે.
The day's top stories in your inbox at 7 am, your time. Free.
Related stories
Stray Dog Menace: 5 People, Including 3 Kids, Attacked in Kukarmunda in South Gujarat

Stone-Pelting at Hindu Family’s House in Songadh Over Navratri Social Media Post; 10 Nabbed
Gujarat explores ways to store surplus water from Narmada, Ukai, Kadana dams

800-bed hospital and medical college to come up on UNM campus in Vyara
તાજેતર ના લેખો
“શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ
સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
અમદાવાદ રેલવે મંડળને મળ્યું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર

કેમિકલ પી જતાં અન્નનળી નષ્ટ થઈ, અમદાવાદ સિવિલની જટીલ સર્જરીથી બાળકને નવું જીવન
ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડા વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓ માટે સમજૂતી કરાર


Amit Shah Standing at RSS Anthem Song Reciting

Modi Waves Candle in Tune of Song Performance in Memory of Bhupen Hazarika

Jaishankar witnessing Piprahwa Relics associated with Bhagwan Buddha

Raksha Mantri at NDA Khadakwasla Pune

President Murmu at Wedding Reception of UP Minister Sandeep Singh

Modi - Modi Chants as PM Enters Wedding Reception

Modi at wedding 'Jai Shri Ram' chants

Why Lok Sabha and Assembly seats to Increase but not Rajya Sabha?

Modi at Wedding Reception of UP Minister Sandeep Singh

99.9% Cheered for Pakistan: Bangladesh Speaker on India-Pak Football Final

Putin Selfie With Indian ‘AI Kid’ Raul Jon Aju
