જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નો નિવારવા મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો નિર્ણય

જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નો નિવારવા મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો નિર્ણય

ગાંધીનગરઃ મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી શ્રી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા ૨૪ જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નો સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો. મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે.આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે