કયા દેશ તેમની સરકારમાં સર્વાધિક ભરોસો ધરાવે છે? વૈશ્વિક સર્વેક્ષણમાં ભારત ટોચના ક્રમે
May 29, 2022
જીનિવાઃ કયા દેશોને (પ્રજાને) તેમની સરકારમાં વિશ્વાસ છે અને કયા દેશોને વિશ્વાસ નથી તે અંગે થયેલા એક વ્યાપક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણના પરિણામમાં એવું તારણ બહાર આવ્યું છે કે ભારત, જર્મની, નેધરલેન્ડ અને મલેશિયાની સરકારમાં આ દેશોની પ્રજા સૌથી વધુ વિશ્વાસ ધરાવે છે. આ સર્વેનું તારણ ત્યારે બહાર આવ્યું છે કે જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર તેના આઠ વર્ષ પૂરા કરી ચૂકી છે અને અગાઉના વિવિધ સર્વેમાં પણ લોકપ્રિય અને જનસમર્થન ધરાવતા નેતા તરીકે નરેન્દ્રભાઇ વિશ્વના નેતાઓ પૈકી ટોચ પર રહ્યા છે.
ગ્લોબલ ટ્રસ્ટવર્ધી મૉનિટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સરકાર, સરકારી સંસ્થાઓ, રાજકીય પક્ષો તથા રાજકારણીઓ વિશે જે તે દેશના નાગરિકોને પ્રશ્નો
પૂછવામાં આવ્યા હતા અને પ્રજાએ આપેલા જવાબોને આધારે ગ્લોબલ ટ્રસ્ટવર્ધી મૉનિટર દ્વારા દુનિયાના દેશનું ચાર ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. પ્રથમ ક્રમમાં એવા દેશો છે જ્યાંની પ્રજાને સરકારમાં, સંસ્થાઓમાં તેમજ રાજકારણીઓમાં વિશ્વાસ ધરાવે છે. આ દેશોમાં ભારત, જર્મની, નેધરેન્ડ્સ તથા મલેશિયાનો સમાવેશ થાય છે.
Which Countries Trust Their Government, and Which Ones Don't? India, Germany, Netherlands and Malaysia had the highest government trust levels. #KnowIndia https://t.co/ctWpvFbiDJ pic.twitter.com/y7qJ8Q6eHs
— Prof Shamika Ravi (@ShamikaRavi) May 28, 2022
બીજા ક્રમે, જે દેશોની પ્રજાને તેમની સરકારમાં સૌથી ઓછો વિશ્વાસ છે તેમાં મુખ્યત્વે લેટિન અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. જેમ કે કોલમ્બિયામાં માત્ર ચાર ટકા પ્રજાને જ તેમની સરકારમાં વિશ્વાસ છે. અર્થાત 94 ટકા કોલમ્બિયનોને તેમની સરકાર ઉપર ભરોસો નથી. એ જ રીતે આર્જેન્ટિમાં તો માત્ર ત્રણ ટકા લોકોને સરકારમાં વિશ્વાસ છે. ત્રીજા ક્રમે એવા દેશોનો સમાવેશ થાય છે જ્યાંની પ્રજાને સરકારી સંસ્થાઓમાં તો વિશ્વાસ છે, પરંતુ સરકારમાં, તેની નીતિઓમાં વિશ્વાસ નથી. આવા દેશોની યાદીમાં જાપાન ટોચના સ્થાને છે. એ જૂથના અન્ય દેશોમાં કેનેડા, યુકે, અમેરિકા, ફ્રાન્સ તથા સ્પેનનો સમાવેશ થાય છે. જ્યારે ચોથા પ્રકારના દેશોના નાગરિકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યા છે.
સર્વેક્ષણનું એક રસપ્રદ પાસું એ છે કે, જે તે દેશના નાગરિકોને તેમના દેશના સરકારી અધિકારીઓ, ડૉક્ટરો, પત્રકારો, પોલીસ, ન્યાયતંત્ર, બિઝનેસ અગ્રણીઓ વગેરે વિશે પણ પ્રશ્નો કરવામાં આવ્યા અને તેમાં સૌથી વધુ વિશ્વાસ ડૉક્ટરો, શિક્ષકો, સશસ્ત્ર દળો વગેરેમાં જોવા મળ્યો, જ્યારે તેનાથી વિરુદ્ધ સૌથી ઓછો વિશ્વાસ રાજકારણીઓ, રાજકીય પક્ષો તથા સરકારની નીતિઓમાં જોવા મળ્યો.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
