રાજ્યના ૧૮ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી શરૂ

રાજ્યના ૧૮ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી શરૂ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તબક્કાવાર તૈયારીઓ શરૂ થઈ છે. તે અંતર્ગત બીજા તબક્કામાં ઈવીએમ અને વીવીપેટ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મતદાન માટેના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે ધ્યાને લેતાં ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ મુજબ આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સોમવારને તા.૧લી ઓગષ્ટથી રાજ્યના ૧૮ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફર્સ્ટ લેવલ ચેકિંગના નિરીક્ષણ અર્થે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૫મી જુલાઈથી રાજ્યના ૦૯ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

દેશ ગુજરાત