કેજરીવાલની મફતની નીતિ સામે જૈન મૂનિએ આક્રોશ વ્યક્ત કર્યો

કેજરીવાલની મફતની નીતિ સામે જૈન મૂનિએ આક્રોશ વ્યક્ત કર્યો

મફતની વીજળી, મફતનો બસ પ્રવાસ જેવી તમામ પ્રકારની મફતની લાલચો દ્વારા ચૂંટણી જીતવા માગતા અરવિંદ કેજરીવાલ સામે ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષો તીવ્ર પ્રતિક્રિયા આપતા રહ્યા છે, પરંતુ હવે એક જૈન મૂનિએ કેજરીવાલના મફતના વાયદા કરવાની નીતિ સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કરીને પ્રજાને સાવધાન રહેવા જણાવ્યું છે.

વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જૈન મૂનિ સ્પષ્ટ શબ્દોમાં એવું કહેતા સંભળાય છે કે, મફતની વીજળી અને બીજું બધું મફત આપવાની જાહેરાતો માત્ર ચૂંટણી જીતવા માટે કરવામાં આવે છે. “દુનિયા કો અગર નિકમ્મા બનાના સીખાના હૈ તો કેજરીવાલ સે સીખ લો” એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવીને જૈન મૂનિ તેમના પ્રવચનમાં એવું કહેતા સંભળાય છે કે, ભાઈ લોકોને કામ કરતા શીખવાડો, નકામા અને આળસુ બનતાં ન શીખવાડો. માત્ર ખુરશીમાં બેસવા માટે, વોટબેંક માટે, તમારે મત જોઇએ છે એ માટે માત્ર લોકોને લાલચ આપીને તેમને પોતાના તરફ આકર્ષિત કરવા…ભાઈ દેશ આવી રીતે ન ચાલે. આ વાયરલ પ્રવચનમાં જૈન મૂનિ સ્પષ્ટ રીતે કહે છે કે, મફતની લાલચો આપનાર કેજરીવાલ પોતે તો અપ્રામાણિક છે, પરંતુ દુનિયાને પણ અપ્રામાણિક બનાવવા માગે છે.

આ વીડિયો મયૂર સેજપાલ નામના યુઝરે શૅર કર્યો છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જૈન મૂનિના નિવેદન સાથે સંમતિ દર્શાવી રહ્યા છે.

દેશ ગુજરાત