દિલ્હીમાં રોજગારી અંગેનો કેજરીવાલનો દાવો સદંતર ખોટો, રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ દિલ્હીમાં બેરોજગારી વધુ
August 02, 2022
પહેલી ઑગસ્ટને સોમવાર વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના કોઈ ખાતાની જવાબદારી વિનાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમનાથ-વેરાવળમાં જાહેરસભાને સંબોધતાં વધુ એક વખત દાવો કર્યો હતો કે દિલ્હીમાં તેમની સરકારે 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. આ અગાઉ કેજરીવાલ 10 લાખને રોજગારી આપી હોવાનો દાવો કરી ચૂક્યા હતા.
10 લાખ યુવકોને રોજગારી આપ્યાના દાવા બાદ ગત બીજી જુલાઈએ ધ હિન્દુ અખબારે આ બાબતે “ફૅક્ટ ચૅક” કરીને કેજરીવાલનો દાવો સદંતર ખોટો હોવાનું જણાવ્યું હતું. આ અંગે અખબારે તેના વિસ્તૃત અહેવાલમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેજરીવાલના 10 લાખને રોજગારીના દાવા સામે હકીકતે માત્ર 12,588 લોકોને જ રોજગારી મળી છે.
અખબારે કહ્યું કે, આ 12,588 લોકોને રોજગારી મળી ગઈ હોવાની વાત દિલ્હી સરકારના પોર્ટલ ઉપર લખવામાં આવી છે, પરંતુ આ દાવાની કોઈ પુષ્ટિ થતી નથી. પોર્ટલ ઉપર દિલ્હી સરકારે ખરેખર કોને નોકરી મળી છે તેમનાં નામ, કંપની કે સંસ્થાનાં નામ, હોદ્દો, વેતન વગેરે જેવી જરૂરી વિગતો મૂકી જ નથી.
અખબારે કહ્યું કે આ બાબતે દિલ્હી સરકારના જવાબદાર વિભાગનો વારંવાર સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ કેજરીવાલ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.
દરમિયાન, કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી બેરોજગારી અંગે જે દાવા કરે છે તેમાં પણ એ હંમેશની જેમ ખોટા સાબિત થયા છે. આ અંગે CMIE દ્વારા દેશના પ્રત્યેક રાજ્ય બેરોજગારી અંગેના આંકડા આપવામાં આવ્યા છે તે અનુસાર, જુલાઈ 2022માં ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 2.2 ટકા છે જ્યારે આ જ સમયગાળામાં દિલ્હીમાં બેરોજગારીનો દર 8.9 ટકા છે. અનએમ્પલોયમેન્ટ રેટ ઈન ઈન્ડિયા વેબસાઇટ અનુસાર હાલ 26.9 ટકા સાથે સૌથી વધુ બેરોજગારી હરિયાણામાં, ત્યારબાદ 20.2 ટકા સાથે જમ્મુ-કાશ્મીરમાં, 19 ટકા સાથે રાજસ્થાનનો, 18.8 ટકા સાથે બિહારનો, 14.0 ટકા સાથે ઝારખંડનો તથા 13.7 ટકા સાથે ગોવાનો નંબર આવે છે. તેની સામે સૌથી ઓછી બેરોજગારી છત્તીસગઢમાં 0.8 ટકા, ઓડિશામાં 0.9 ટકા, મેઘાલયમાં 1.5 ટકા, મધ્યપ્રદેશમાં 2.0 ટકા તથા ગુજરાતમાં 2.2 ટકા છે.
31 જુલાઈ, 2022ના રોજ સમગ્ર ભારતમાં બેરોજગારીનો દર 6.9 ટકા હતો. અને એ રીતે જોઇએ તો દિલ્હીમાં બેરોજગારીનો દર 8.9 ટકા છે અર્થાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ બે ટકા વધારે બેરોજગારી કેજરીવાલના દિલ્હીમાં છે અને છતાં તે ઠેરઠેર જાહેરસભાઓમાં, ખાસ કરીને ગુજરાતમાં આવીને બેધડક ખોટું બોલી રહ્યા છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
