૯ઓગષ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે આદિજાતીઓ માટે ૧,૩૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત
August 03, 2022
ગાંધીનગરઃ ૯મી ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના મેલાણીયા ખાતે યોજાશે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ ૨૬ સ્થળોએ મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં કુલ રૂ. ૧,૩૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી-જુદી યોજના હેઠળ લાભ આપવામાં આવશે. જેમાં અંદાજિત રૂ. ૧,૦૪૩ કરોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત કામો તથા ૧૨ લાખથી વધુ આદિજાતિ વિધાર્થીઓને કુલ ૧૫૦ કરોડની શિષ્યવૃત્તિના લાભનું વિતરણ કરવામાં આવશે. તેમજ રાજ્યના ૭,૫૦૦ આદિજાતિ કુટુંબોને રૂ. ૯૦ કરોડના ખર્ચે આવાસની મંજૂરી, આદિજાતિ મહિલાઓને સ્વરોજગારી માટે રૂ.૨૦ કરોડના ખર્ચે ૩,૦૦૦ દૂધાળા પશુઓના લાભનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ ૧૧,૦૦૦ આદિજાતિ ખેડૂતોને વન અધિકારપત્રનું વિતરણ કરાશે.
તેમણે ઉમેર્યું હતું કે, કુંવરબાઇનું મામેરૂ, તબીબી સહાય યોજના, માનવ ગરિમા યોજના, મંડપ યોજના, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના સહિતની વિવિધ વ્યકિતલક્ષી યોજનાઓ હેઠળ ૧૪,૦૦૦ લાભાર્થીઓને રૂ.૧૧ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
