પંજાબમાં આપ સરકારે આયુષ્યમાન યોજનાનો લાભ આપવાનું બંધ કરતાં હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળવાનું બંધ
August 04, 2022
ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલોને નાણા આપવાનું બંધ કરતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળવાનું બંધ થઈ ગયું છે.
આપની સરકારે હોસ્પિટલોને આયુષ્માન યોજના હેઠળ નાણા આપવાનું બંધ કરી દેતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગરીબોને નિઃશુલ્ક સારવાર મળતી નથી, આ અહેવાલો મીડિયામાં આવ્યા બાદ પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ દાવો કર્યો હતો કે, તમામ હોસ્પિટલોને તેમની બાકી રકમ ચૂકવી દેવામાં આવી છે અને આજે ચોથી ઑગસ્ટથી દર્દીઓને મફત સારવાર મળવાની શરૂ થઈ જશે. પરંતુ એબીપી ન્યૂઝના પત્રકારોએ વિવિધ હોસ્પિટલની મુલાકાત લઈને આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, પંજાબ સરકારે હોસ્પિટલોની બાકી રકમ ચૂકવી નથી અને તેથી દર્દીઓને મળતી મફત સારવાર હજુ પણ બંધ છે.
સમાચાર ચેનલના અહેવાલ મુજબ ઈમર્જન્સી સારવાર લેવા આવતા આયુષ્યમાન કાર્ડ ધારકોને પણ હોસ્પિટલો મફત સારવાર આપવાનો ઈનકાર કરી રહી છે અને ગરીબ તથા સામાન્ય વર્ગના દર્દીઓ જેમને તાત્કાલિક સારવારની જરૂર છે તેમણે કાંતો નાણાની વ્યવસ્થા કરવી પડે છે અથવા સારવાર વિના બેસી રહેવું પડે છે.
પંજાબના નાણામંત્રીના દાવા મુજબ અગાઉની કોંગ્રેસ સરકારે હોસ્પિટલોને નાણા ચૂકવ્યા નહોતા તેથી દર્દીઓને મળતી મફત સારવાર બંધ થઈ હતી, પરંતુ હવે હોસ્પિટલોની બાકી રકમ ચૂકવી દેવામાં આવી છે.
પંજાબ સરકારનો દાવો ખોટો છે એ બાબતે સોશિયલ મીડિયામાં પણ અનેક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. માઇક્રો બ્લોગીંગ સાઇટ ટવીટર પર એક યુઝરે ટીવી અહેવાલને ટાંકીને લખ્યું કે, આમ આદમી પાર્ટીની નીતિને કારણે દિલ્હીમાં તો લોકો ભોગવી જ રહ્યા છે, હવે પંજાબમાં પણ બરબાદ કરવામાં આવી રહ્યું છે.
@AamAadmiParty की घिनौनी हरकत दिल्ली का नाश तो कर ही दिया पंजाब भी खत्म समझो https://t.co/UJr2w4diHh
— पंडित देवदत्त शर्मा (@DevDutt17065498) August 4, 2022
પીજીઆઈ તેમજ સરકારી હોસ્પિટલોને આયુષ્માન યોજના હેઠળ પંજાબ સરકારે નાણા આપવાનું બંધ કરી દીધું હોવા અંગે ભારે નારાજગી ઊભી થતાં ભગવંત માન સરકારે પીજીઆઈ તથા સરકારી હોસ્પિટલોને રૂ. 100 કરોડ મંજૂર કર્યા હોવાના અહેવાલ આજે પ્રકાશિત થયા હતા. જોકે હોસ્પિટલોનું કહેવું છે કે તેમને કોઈ નાણા પહોંચ્યા નથી. પરિણામે પંજાબમાં હાલ ગરીબો તેમજ સામાન્ય માણસોએ ભોગવવું પડી રહ્યું છે.
અહેવાલો મુજબ ફરીદકોટની હોસ્પિટલ પાસે તો નવી દવાઓ ખરીદવાના નાણા પણ રહ્યા નથી અને તેથી દર્દીઓની સારવાર થઈ શકતી નથી. આ અહેવાલના સંદર્ભમાં ટવીટર યુઝરે લખ્યું કે, પંજાબના નાણામંત્રી તેમના સાથીદારો સાથે ચંદીગઢના સેક્ટર 10માં આવેલા ખાણી-પીણીના સ્ટોલો ઉપર ફરતા જોવા મળે છે, પરંતુ તેમને દર્દીઓને પડી રહેલી મુશ્કેલી દેખાતી નથી.
એક યુઝરે લખ્યું કે, પંજાબમાં આવું થશે એ નક્કી જ હતું. વર્તમાન અને ભૂતકાળની સરકાર ખાલી થઈ રહેલી સરકારી તિજોરીમાંથી લોકોને મફતની વહેંચણી કરવામાં વ્યસ્ત છે. આ સરકારોને ગરીબોની ચિંતા નથી અને માત્ર રાજકારણ રમવામાં વ્યસ્ત છે.
અન્ય એક યુઝરે સ્પષ્ટ લખ્યું કે આયુષ્યમાન ભારત માટેનું ભંડોળ કેન્દ્ર સરકાર પાસેથી આવતું હોવા છતાં પંજાબની આપ સરકાર હોસ્પિટલોને આપતી નહીં હોવાથી ગરીબ દર્દીઓએ ભોગવવું પડી રહ્યું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
