દિલ્હીમાં દારૂના વેપારીઓને લાભ કરાવતી નીતિના “આપ” સરકારના કૌભાંડનો ઘટનાક્રમ
August 06, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં શરાબના વેપારીઓને લાભ કરાવતી આમ આદમી પાર્ટીની સરકારની નીતિ પાછળનો કૌભાંડનો ઈરાદો ખુલ્લો પડી જતાં નીતિ પાછી ખેંચવાની જાહેરાત તો કરી દીધી હતી, પરંતુ એ કૌભાંડ બદલ કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા કાયદાની ચુંગાલમાં ફસાઈ શકે છે.
આ કૌભાંડની શ્રેણીબદ્ધ વિગતો એવી છે કે, એપ્રિલ 2021માં જ્યારે કોવિડ-19નો બીજો વેવ પૂરા જોરમાં હતો ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ કોવિડનું બહાનું આગળ ધરીને તેમની કેબિનેટની મંજૂરી વિના જ દારુના વેપારીઓની રૂ. 144.36 કરોડની લાઇસન્સ ફી માફ કરવાનો આદેશ જારી કરી દીધો હતો.
સિસોદિયાએ ત્યારબાદ મે, 2021માં શરાબની નીતિમાં ફેરફાર કરવાની પોતાને સત્તા આપવામાં આવે છે એવો નિર્ણય કેજરીવાલ કેબિનેટ પાસે કરાવ્યો.
એ જ મહિને, અર્થાત મે, 2021માં જ દિલ્હીના ઉપરાજ્યપાલે (એલજી) આ બાબતે વાંધો ઉઠાવ્યો ત્યારે કેજરીવાલની કેબિનેટે પોતાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો. પરંતુ આશ્ચર્યજનક રીતે સિસોદિયાએ પોતે અગાઉ લીધેલો નિર્ણય યથાવત્ રહ્યો જેમાં શરાબ માફિયાઓને લાભ થતો હતો.
The anatomy of Kejriwal-Sisodia Liquor Scam in Delhi… pic.twitter.com/92bTqxH53h
— Amit Malviya (@amitmalviya) August 6, 2022
8મી જુલાઈ, 2022ના રોજ દિલ્હીના મુખ્ય સચિવે એલજી સમક્ષ ફરિયાદ કરી કે સિસોદિયાના ગેરકાયદે આદેશને કારણે દિલ્હી સરકારને ભારે આર્થિક ફટકો પડ્યો છે. તેમણે એલજીને રિપોર્ટ આપ્યો કે, દિલ્હીમાં વ્હિસ્કીના વેચાણમાં 60 ટકાનો તેમજ વાઇનના વેચાણમાં 87 ટકાનો વધારો થયો છે, પરંતુ તેની સામે દિલ્હી સરકારની આવકમાં 80 ટકાનો ઘટાડો થયો છે.
2022ની 14મી જુલાઈએ કેજરીવાલ-સિસોદિયાની જોડીએ તેમની કેબિનેટની તાકીદની બેઠક બોલાવી લીધી અને એ અંગે સત્તાવાર રીતે એલજીને જાણ કરવી જોઇએ એ પણ ન કરી. કેબિનેટની આ બેઠકમાં સિસોદિયાના અગાઉના શરાબના વેપારીઓની એક્સાઇઝ માફ કરવાના ગેરકાયદે નિર્ણય પર મંજૂરીની મહોર મારવાનો પ્રયાસ કર્યો.
એલજીએ છેવટે 22 જુલાઈ, 2022ના રોજ કેજરીવાલ-સિસોદિયાના આ શરાબ કૌભાંડની સીબીઆઈ તપાસનો આદેશ જારી કરી દીધો.
સીબીઆઈ તપાસમાં પોતાની ચોરી પકડાઈ જશે એ ડરે કેજરીવાલે 30મી જુલાઈ, 2022ના રોજ તેમની નવી શરાબ નીતિ પરત ખેંચવાની જાહેરાત કરી.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
