દિલ્હીની આપ સરકાર વિદેશી કોન્સ્યુલેટને ચોખ્ખું પાણી પહોંચાડવામાં નિષ્ફળ: એલજીએ લખ્યું આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ખરાબ થાય છે
August 08, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર જાહેરખબરો તેમજ નિવેદનો દ્વારા ભલે ગમે તેટલા દાવા કરે પરંતુ તેની નિષ્ફળતાના કિસ્સા રોજેરોજ ઉજાગર થઈ રહ્યા છે.
હજુ ત્રણ દિવસ પહેલાં જ આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેને કારણે દુનિયામાં ભારતની છબિ ખરડાવાનું જોખમ ઊભું થયું છે.
રાજધાની દિલ્હીમાં દુનિયાના મોટાભાગના દેશોની કૉન્સ્યુલેટ કચેરીઓ આવેલી હોય છે તે પૈકી એક મોન્ટેનેર્ગોની કૉન્સ્યુલેટે ગયા અઠવાડિયે દિલ્હીના ઉપરાજ્યપાલ (એલજી)ને પત્ર લખીને ફરીયાદ કરવી પડી હતી કે તેમની કૉન્સ્યુલેટ કચેરીમાં છેલ્લા બે દિવસથી સાવ નીચા દબાણે પાણી આવતું હતું. જે પાણી આવતું હતું તે પણ ગંદુ આવતું હતું. પરિણામે કચેરીએ દિલ્હી જળ બોર્ડને ટેન્કર મોકલવા વિનંતી કરી તો તે પણ બે દિવસ સુધી આવી નહીં.
Recieved complaint from Consulate of Montenegro regarding non supply of water, unavailability of tankers & dirty water at low pressure by DJB. Directed CS to immediately resolve the issue.
Advised CM @ArvindKejriwal ji to address such matters that affect India's image globally. pic.twitter.com/7Ch7dTqA95— LG Delhi (@LtGovDelhi) August 5, 2022
પત્રમાં કૉન્સ્યુલેટ કચેરીએ એલજીને વિનંતી કરતા લખ્યું કે આ સમસ્યા ઉકેલી આપો કેમ કે ભારતમાં અમારી રાજદ્વારી ઑફિસની કામગીરી ખોરવાઈ રહી છે.
દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ જરૂરી પગલાં લઇને કૉન્સ્યુલેટની ફરિયાદની જાણ મુખ્યમંત્રી કેજરીવાલને કરી હતી. એલજીએ લખ્યું કે, તેમણે આ મુદ્દો તત્કાળ હલ કરવા સીએમ કેજરીવાલને સૂચના આપી છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, આવી સમસ્યાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ખરાબ થાય છે.
આ ઘટનાએ વધુ એક વખત આપ સરકારનો ચહેરો ઉઘાડો પાડી દીધો છે. દિલ્હીમાં વારંવાર ચોખ્ખા પાણી અને વીજળીની સમસ્યા ઉત્પન્ન થવા લાગી છે ત્યારે નાગરિકો પણ સોશિયલ મીડિયાના મારફતે કેજરીવાલ સરકારને પ્રશ્નો કરી રહ્યા છે કે, ચોખ્ખું પાણી પણ પૂરું નહીં પાડી શકનાર સરકાર દિલ્હીને સિંગાપોર બનાવવાની વાતો કેવી રીતે કરતા હતા?
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
