અમદાવાદ, સુરત, ભાવનગર સહિતની કુલ સાત ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
August 08, 2022
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિતની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આજે સાત ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની ૪ પ્રીલિમિનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની ૧-૧ પ્રીલિમિનરી ટી.પી તેમજ બાવળાની ૧ ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે.
ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ર૭ ભટાર-મજૂરા, સ્કીમ નં.પ૧ ડભોલી, સ્કીમ નં. પ૦ વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ૮પ સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.
સુરત મહાનગરપાલિકાની આ ૩ પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ ૮.૯૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે ૧૬.૯૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે ૮.પ૮ હેક્ટર્સ જમીન પર ૭૬૦૦ આવાસોનું નિર્માણ થઇ શકશે.
સુરત શહેરી વિકાસ
સત્તામંડળ-સુડાની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ ૮૫ સરથાણા-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીએ મંજૂર કરી છે તેના કારણે જાહેર સુવિધાના કામો માટે ૯.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે ૬.૬૯ હેક્ટર્સ તેમજ પ૧૦૦ EWS આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.૭ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૧.૭૩ હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ ર૩.૪૧ હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની ૩ પ્રારંભિક ટી.પી સ્કીમમાં કુલ ૪૧.૦૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી સ્કીમ સ્કીમ નં-૫૧ ડભોલી સ્કીમ નં-ર૭, ભટાર-મજૂરા અને સ્કીમ નં. પ૦ વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને ૬.૮૪ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રીએ તાજેતરમાં જે ટી.પી સ્કીમ મંજૂર કરી છે તે અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ ૮૧ લાંભા-લક્ષ્મીપૂરા-૧ માં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રીલિમિનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૮.૦પ હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતના મેદાન માટે ૩.૧ર હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે ર૭૦૦ આવાસોના નિર્માણ માટે ૩.૦૧ હેક્ટર્સ જમીન મળશે.
ભાવનગર મહાનગરપાલિકાની પ્રીલિમિનરી ટી.પી સ્કીમ ૭ અધેવાડાને પણ મંજૂરી
આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ૧.પ૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ર.૮૧ હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે ૪.પ૭ હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત ભાવનગરની આ પ્રીલિમિનરી ટી.પી નં.૭ અધેવાડામાં ર.૯૪ હેક્ટર્સ જમીન પર ર૬૦૦ EWS આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે.
બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૪ ને મંજૂરી
આ સ્કીમમાં કુલ પ૪.૮૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. બાવળાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં. ૪ માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા વેચાણના હેતુસર રપ.૬૪ હેક્ટર્સ, ખુલ્લા મેદાનો-બાગ બગીચા માટે ૭.૮૧ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧૧.ર૬ હેક્ટર્સ તથા ૮ હજાર જેટલા EWS આવાસો માટે ૮.૯પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
