દિલ્હી સરકારની સાત કંપનીઓની કુલ ખોટનો આંકડો રૂ. 31,724 કરોડથી વધુ; કૅગના અહેવાલે કેજરીવાલ સરકારના અનેક ભાંડા ફોડ્યા
August 10, 2022
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના વહીવટ હેઠળની સાત સરકારી કંપનીઓની ખોટની કુલ રકમ રૂ. 31,724 કરોડને પાર થઈ ગઈ છે. દિલ્હીની વીજ કંપનીઓની ખોટ રૂ. 2561 કરોડથી વધી ગઈ છે. દિલ્હીના પરિવહન વિભાગને રૂ. 29,143 કરોડની ખોટ થઈ ચૂકી છે. દિલ્હી જલ બોર્ડના ખોટનો આંકડો રૂ. 27,660 કરોડને વટાવી ગયો છે. અને આ બધી જ ખોટ 31 માર્ચ, 2019 સુધીની છે. આ વિગતો કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયા (સીએજી – કૅગ)ના ચાર વર્ષ પહેલાંના અહેવાલની છે.
કટ્ટર ઈમાનદારીનાં બણગાં ફૂંકતા આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હીમાં તેમની સરકાર અંગેનો કૅગનો અહેવાલ ચાર વર્ષથી દબાવી રાખ્યો હતો. આ અહેવાલ ત્રણ દિવસ પહેલાં એટલે કે ગત પાંચ જુલાઈએ વિધાનસભામાં રજૂ કર્યો હતો અને તેને આધારે ભાજપના નેતા અમિત માલવિયએ આપ સરકારની બિનકાર્યક્ષમતાઓ અને નિષ્ફળતાઓને ઉજાગર કરી છે.
કૅગના અહેવાલના મુખ્ય મુદ્દાઓને ટાંકીને માલવિયએ કહ્યું છે કે, મફત પાણી પૂરું પાડવાના દાવાની વાત તો જવા દો, હકીકતે દિલ્હીમાં મોટાભાગની કૉલોનીમાં શુદ્ધ પાણી પહોંચતું જ નથી અને તેમણે ટેન્કરોના પાણી ઉપર આધાર રાખવો પડે છે. આ તબક્કે એ વાત યાદ કરાવવી પણ જરૂરી છે કે હજુ ગયા અઠવાડિયે જ દિલ્હી સ્થિત મોન્ટેનેર્ગોની કૉન્સ્યુલેટે થોડા સમય પહેલાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને પત્ર લખીને તેમની કૉન્સ્યુલેટને મળતો પાણીનો પુરવઠો સાવ ધીમો પડી ગયો હોવાની અને જે ટેન્કર મોકલવામાં આવે છે તેમાં અશુદ્ધ પાણી હોવાની સત્તાવાર ફરિયાદ કરી હતી.
દિલ્હીની આપ સરકાર અંગેના કૅગના અહેવાલ અનુસાર કેજરીવાલ સરકારે ઘણી અગત્યની યોજનાઓ માટેનું ભંડોળ વાપર્યું જ નથી. જેમ કે મુખ્યપ્રધાન એડવોકેટ કલ્યાણ યોજના (રૂ. 25 કરોડ), ડીએનએ ટેસ્ટ લેબ-નિર્ભયા ફંડ (રૂ. 3.30 કરોડ), લઘુમતીઓ માટેની શિષ્યવૃત્તિ યોજના (રૂ. 6.50 કરોડ), સ્વચ્છ ભારત મિશન (રૂ. 24 કરોડ), રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોર (રૂ. 47 કરોડ).
કૅગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી જલ બોર્ડની મિલકતો તેમજ આર્થિક સહાયને અન્ય હેતુઓ માટે વાપરી નાખવામાં આવી છે. દિલ્હીના 1797 ગેરકાયદે કૉલોની પૈકી 80 ટકા કૉલોનીને નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી. 567 ગેરકાયદે કૉલોનીમાં હજુ પણ ટેન્કર દ્વારા પાણી જાય છે અને તેમાં પણ 38 ટકા ટેન્કરમાં પાણીની શુદ્ધિ વિશે કોઈ ખાતરી કરવામાં આવી નથી. 88 ટકા ગેરકાયદે કૉલોનીઓને ગટરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી.
આ અહેવાલ અનુસાર કેજરીવાલ સરકારે ઘણી યોજના માટેના ફંડનો ઉપયોગ માત્ર એ યોજનાઓની જાહેરાતો કરવા પાછળ જ કર્યો છે, પણ યોજનાઓ અમલમાં આવી નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
