ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ પોલિસી જાહેર ; પાંચ વર્ષ માટે અમલી રહેશે નીતિ
August 10, 2022
ગાંધીનગરઃ આધુનિક ટેકનોલોજી અપનાવવાની દિશામાં હંમેશાં અગ્રેસર રહેલા ગુજરાતમાં આજે નવી ડ્રોન નીતિ જાહેર કરવામાં આવી હતી. ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પૉલિસી નામે આ નીતિ હેઠળ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવાઓને અસરકારક રીતે કાર્યક્ષમ અને ઝડપી બનાવી શકાશે. આ પૉલીસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આઠ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોંચાડવાના ઇરાદા સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નીતિ પાંચ વર્ષ માટે અમલી રહેશે. ડ્રોનની વૈશ્વિક પહોંચની વિપુલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે.
નવી જાહેર કરવામાં આવેલી આ નીતિ હેઠળ ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જાવાની શક્યતા છે. ડ્રોનના કોમર્શીયલ ઉપયોગને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના વિભાગો કેટેલીસ્ટની ભૂમિકા ભજવશે. ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે લાયકાત ધરાવતા માનવ બળની ઉપલબ્ધિ માટે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રકચર ટ્રેનિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
ડ્રોનના વ્યાપક ઉપયોગ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-ઇનોવેશન-મેન્યૂફેકચરીંગ-ટેસ્ટિંગ-ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો છ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના આયોજનો કાર્યક્રમો નિર્ધારિત કરશે. રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનનો અભિગમ પણ આ ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી’ સાથે અપનાવ્યો છે.
ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે તે અંતર્ગત તાજેતરની રથયાત્રા દરમ્યાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોંચ કરેલા છે.
આજે જાહેર કરવામાં આવેલી ડ્રોન નીતિની વિશેષતાઓઃ
- આ નીતિની સમયાવધિ-પાંચ વર્ષની રાખવામાં આવી છે.
- ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન.
- ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને રપ હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવું.
ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે તેમાં રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપીને મેન્યૂફેકચરિંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.
યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનું વલણ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે.
આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે. આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે. રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડીયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે.
જે વિભાગો ડ્રોનનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરવાના છે તે આ મુજબ છેઃ
ગૃહ વિભાગઃ- ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ:- જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion
ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગઃ- ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગઃ- તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગઃ- પાયલટ અને યુઝરની તાલીમ.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ઃ તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળઃ- બચાવ અને રાહતકાર્ય
શહેરી વિકાસ વિભાગ-ઃ શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ
સિંચાઈ વિભાગ-ઃ જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ
વન વિભાગ-ઃ સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા.
મહેસૂલ વિભાગ-ઃ GIS આધારિત સર્વે અને સર્વે નંબરનું મેપિંગ
માર્ગ અને મકાન વિભાગ-ઃ રિપેર કાર્યનો અંદાજ, ચાલુ પ્રોજેક્ટની દેખરેખ વગેરે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
