દિલ્હી આપ સરકારની બજેટ પુરાંત કેન્દ્રને આભારીઃ કેગના રિપોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યનું દેવુ 4 વર્ષમાં 7 ટકા વધ્યું, સબસીડીનો બોજ વાર્ષિક 42 ટકા વધ્યો

દિલ્હી આપ સરકારની બજેટ પુરાંત કેન્દ્રને આભારીઃ કેગના રિપોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યનું દેવુ 4 વર્ષમાં 7 ટકા વધ્યું, સબસીડીનો બોજ વાર્ષિક 42 ટકા વધ્યો

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ શુક્રવારે રેવડી કલ્ચરનો બચાવ કરતી વખતે પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો કે દિલ્હી આવકની પુરાંતવાળું રાજ્ય છે અને તેથી લોકોને બધું મફત આપવામાં કશો વાંધો નથી.

જોકે આવો દાવો કરતી વખતે તેમણે જે એક વાત જાહેર ન કરી તે એ હતી કે, એ આવકની પુરાંત કોઈ દિલ્હી સરકારની આવડત કે કુશળતાને કારણે નહીં પરંતુ કેન્દ્ર સરકારની મદદને કારણે છે.

દિલ્હી આપ સરકારની બજેટ પુરાંત કેન્દ્રને આભારીઃ કેગના રિપોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યનું દેવુ 4 વર્ષમાં 7 ટકા વધ્યું, સબસીડીનો બોજ વાર્ષિક 42 ટકા વધ્યો

વાસ્તવમાં સિસોદિયાના આ જૂઠાણાની પોલ તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં રજૂ થયેલા કૅગના રિપોર્ટમાં જ ખૂલી ગઈ હતી. પૂરા ચાર વર્ષ સુધી કૅગનો અહેવાલ દબાવી રાખ્યા બાદ પાંચ જુલાઈએ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા એ અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી સરકાર આવકની પુરાંત જાળવી શકે છે તેનું કારણ એ છે કે કર્મચારીઓના પેન્શનની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. તદ્દઉપરાંત દિલ્હી પોલીસનો સંપૂર્ણ ખર્ચ પણ કેન્દ્ર સરકાર ઉઠાવે છે.

આમછતાં, આશ્ચર્યની વાત એ છે કે, 2019-20ના ગાળા સુધીમાં દિલ્હી સરકારનું દેવું સાત ટકા વધી ગયું હતું. કૅગના અહેવાલ અનુસાર 2015-16ના પ્રારંભે દિલ્હી સરકારનું દેવું રૂ. 32,497.91 કરોડ હતું તે 2019-20ના અંતે 6.98 ટકા અર્થાત રૂ. 2,268.93 કરોડ વધીને રૂ. 34,766.84 કરોડ થઈ ગયું હતું. આ ગાળામાં દિલ્હી સરકારની આવકની પુરાંત રૂ. 7,499 કરોડ હતી છતાં દેવું કર્યું હતું.

દેશ ગુજરાત