બીબીસીના ભૂતપૂર્વ પત્રકારે કેજરીવાલને અરીસો બતાવ્યો
August 13, 2022
નવી દિલ્હીઃ વ્યક્તિગત પ્રસિદ્ધિમાં વાસ્તવિકતા અને નૈતિકતા પણ ભૂલી ચૂકેલા અરવિંદ કેજરીવાલને બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર અને ટીવી ટુડેના ભૂતપૂર્વ મેનેજિંગ એડિટર રિફત જાવેદે અરીસો બતાવ્યો છે.
કેજરીવાલ છેલ્લા બે દિવસથી પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એવો પ્રચાર કરી રહ્યા છે કે, બ્રિટનની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર ઋષિ સુનકે કેજરીવાલ મોડલ અપનાવીને યુકેના મતદારોને વીજળી બિલમાં રાહત આપવાની જાહેરાત કરી છે.
રિફત જાવેદે લખ્યું છે કે, “હું જાણું છું કે તેમણે (કેજરીવાલે) પોતાની પસંદગીની ચૅનલો તથા સામાન્ય કક્ષાની વેબસાઈટો ઉપર સમાચાર ખરીદવાની કળા હાંસલ કરી લીધી છે. પરંતુ તેમણે કમ સે કમ સાચી માહિતીથી વાકેફ થવું જોઇએ. યુકેમાં કોઈ ચૂંટણી પ્રચાર ચાલતો નથી અને સુનક મફત વીજળીની જાહેરાત કરી ન શકે. યુકે એ દિલ્હી નથી. કેવું પતન!”
I know he's learnt the art of buying news on his favourite channels and dodgy websites. But at least, he should have educated himself with facts. There's no election campaign in UK and Sunak cannot announce free electricity. UK is not Delhi. What a fall! pic.twitter.com/qL4B4ZVwqH
— Rifat Jawaid (@RifatJawaid) August 11, 2022
આશ્ચર્યની વાત એ છે કે, કેજરીવાલ તો રાજકારણી છે એટલે આવો અપ-પ્રચાર કરે, પરંતુ પ્રશ્ન એ છે કે શું કેટલાક મીડિયા હાઉસને પણ એ વાતની જાણ નથી કે બ્રિટનમાં હાલ કોઈ ચૂંટણી નથી?
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
