રાષ્ટ્રવાદ અને તિરંગા બાબતે ટોણા મારનારને સંઘનો જવાબ

રાષ્ટ્રવાદ અને તિરંગા બાબતે ટોણા મારનારને સંઘનો જવાબ

નાગપુરઃ આ દેશમાં છેલ્લા 75 વર્ષથી એક ચોક્કસ વર્ગ સંઘને અને તેની સાથે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સંગઠનો અને મહાનુભાવોને સ્વતંત્રતા આંદોલન અને તિરંગાના નામે ટોણા મારતા રહ્યા છે. આ વર્ગ સતત એવો આક્ષેપ કરતો રહ્યો છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ નહોતો લીધો અને સંઘ તિરંગાને માન આપતો નથી.

આ આક્ષેપોનો સંઘ તેમજ સરસંઘચાલકે જવાબ આપી દીધો હતો. અલબત્ત આ જવાબ કોઈ મૌખિક કે પ્રતિ-આક્ષેપ કરીને નહોતો આપ્યો પરંતુ સંઘના તેમજ સરસંઘચાલકના સત્તાવાર ટ્વિટર હેન્ડલો ઉપર ડીપી બદલીને આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 13થી 15 ઑગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની હાકલને માન આપીને સંઘના સત્તાવાર હેન્ડર આરએસએસ ઓઆરજી તથા સરસંઘચાલકના સત્તાવાર હેન્ડલ ડૉ મોહન ભાગવત ઉપર આજે સવારે જ ડીપીમાં તિરંગો મૂકવામાં આવ્યો હતો. અને તે સાથે જ સંઘના તિરંગાપ્રેમ બાબતે અનેકના મોં સિવાઈ ગયા હતા.

દેશ ગુજરાત