પોલીસ વિભાગ માટે રાજ્ય સરકારે વાર્ષિક રૂ.૫૫૦ કરોડનું પેકેજ મંજૂર કર્યું
August 14, 2022
સુરતઃ રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ.૫૫૦ કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાની જાહેરાત આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે કરી હતી. પોલીસ વિભાગના વિશાળ હિતમાં આ મહત્વપૂર્ણ જાહેરાતથી પોલીસ વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓમાં ખુશી છવાઈ ગઈ હતી.
સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજિત સમારંભમાં ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પોલીસ પરિવારના લોકરક્ષકથી લઈ એ.એેસ.આઈ. સુધીના કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર વિચારણા કરવા માટે ગૃહ વિભાગ દ્વારા તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ વરિષ્ઠ અધિકારીઓની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની વિવિધ રજૂઆતોનો આ સમિતિ દ્વારા તલસ્પર્શી અભ્યાસ કરીને સમિતિની ભલામણ સહિતનો આખરી અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીને તા.૩૦/૦૪/૨૦૨૨ના ના રોજ સુપરત કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી, ગૃહરાજ્ય મંત્રી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને શ્રેણીબદ્ધ બેઠકો કરવામાં આવી હતી. અને પોલીસ કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓની ગ્રેડ પે સહિતના વિવિધ પ્રશ્નોની સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ગહન ચર્ચા વિચારણાઓના અંતે પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારોની લાગણી અને માંગણીઓ પ્રત્યે અમારી સંવેદનશીલ સરકારે સંવેદના દાખવીને રાજ્યના લોકરક્ષક/એ.એસ. આઈ (ફિક્સ પગાર), પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, તથા એ.એસ.આઈ.ઓ માટે રૂ.૫૫૦ કરોડનું પેકેજ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય થકી રાજ્ય સરકાર દ્વારા પોલીસ પરિવારને રૂ.૫૫૦ કરોડથી વધુ વાર્ષિક ચુકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયથી આ પોલીસકર્મીઓને વાર્ષિક ૬૪,૦૦૦ થી લઈને ૯૬,૦૦૦ સુધીનો પગાર વધારો મળશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
