કોરોના પૉઝિટિવ છતાં પ્રિયંકા વાડરા ક્લબમાં સૌની વચ્ચે પાર્ટી માણતા દેખાયા; ખરેખર બીજી વાર પોઝીટીવ?
August 14, 2022
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા વાડરા અને તેમના પતિ રોબર્ટ વાડરા ગઈકાલે એક જાઝ ક્લબમાં પાર્ટી માણતા દેખાયાં હતાં. અલબત્ત, મુદ્દો તેમના પાર્ટી માણવાનો નથી, પરંતુ મુદ્દો તેમનો કોરોના પૉઝિટિવ હોવાનો છે.
હજુ ત્રણેક દિવસ પહેલાં જ અર્થાત 10મી ઑગસ્ટે પ્રિયંકા વાડરાએ પોતે વહેલી સવારે 8.52 વાગ્યે ટ્વિટ કરીને જાહેર કર્યું હતું કે, “કોવિડ ટેસ્ટ (ફરીથી) પૉઝિટિવ આવ્યો છે. ઘરે આઈસોલેશનમાં રહીશ અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છું.”
Wasn't @priyankagandhi Covid Positive?
In just 3 days she's partying at a club? https://t.co/bF12FQu9Nt pic.twitter.com/Kfn4rzh4qJ
— Ankur Singh (@iAnkurSingh) August 14, 2022
આવા ટ્વિટના ત્રીજા દિવસે 13 ઑગસ્ટની સાંજે પતિ રોબર્ટ વાડરા સાથે એ પિઆનો મેન જાઝ ક્લબ ખાતે અનેક લોકોની સાથે મહેફિલ માણતા જોવા મળ્યા. આ પ્રસંગનો વીડિયો તેમજ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.
પોલિટિકલ કીડા તેમજ અંકુર સિંહ નામના યુઝરો દ્વારા થયેલા આ અંગેના ટ્વિટના જવાબમાં અનેક યુઝરે કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરવા બદલ પ્રિયંકા વાડરા સામે નારાજગી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Robert & Priyanka Vadra enjoying first public performance of their daughter with music and … pic.twitter.com/pBYIrtp7GL
— Political Kida (@PoliticalKida) August 14, 2022
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
