રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો
August 15, 2022
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ
તા-૦૧-૦૧- ૨૦૨૨થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે
મુખ્યમંત્રીએ કરેલા નિર્ણય અનુસાર જાન્યુઆરી ૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ત્રણ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર ,જાન્યુઆરી થી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલ થી જૂન ના તફાવતની રકમ સેપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્યની તિજોરી ઉપર વાર્ષિક અંદાજે રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
