દિલ્હીમાં પકડાયેલા આતંકવાદીઓના તાર કેજરીવાલ સાથે જોડાયેલા હોવાનો ભાજપનો આક્ષેપ
August 16, 2022
નવી દિલ્હીઃ 15 ઑગસ્ટને સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં પકડાયેલા ચાર આતંકવાદીઓનો સંબંધ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાથે હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે, કેમ કે જે આતંકવાદીઓ પકડાયા છે તે આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરના ઘરમાંથી ઝડપાયા છે.
દિલ્હી ભાજપના અગ્રણી નેતા તેજિન્દરપાલ સિંહ બગ્ગાએ આ સંદર્ભમાં અખબારમાં પ્રકાશિત અહેવાલ તેમજ જૂના ફોટોગ્રાફના આધારે જણાવ્યું કે, “દિલ્હીમાં 15 ઑગસ્ટે બોંબ વિસ્ફોટનું કાવતરું કરનાર આતંકી અરવિંદ કેજરીવાલના નજીકના સાથીદાર વિપિનના ઘરમાં સંતાયા હતા. કેજરીવાલના આતંકી પ્રેમનો મોટો ખુલાસો.”
दिल्ली भाजपा नेता @TajinderBagga का यह आरोप अगर सच है तो @ArvindKejriwal को चुल्लू भर पानी में डूब मरना चाहिए😡
'दिल्ली में 15 अगस्त🇮🇳 को बम ब्लास्ट की साज़िश रचने वाले गिरफ़्तार आतंकवादी केजरीवाल के करीबी विपिन के घर में छुपे हुए थे' pic.twitter.com/9HxxtBOBS2
— Divya Gaurav Tripathi (@write2divya) August 16, 2022
અખબારમાં જે અહેવાલ પ્રકાશિત થયો છે તે અનુસાર સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં પંજાબ પોલીસે દિલ્હી પોલીસના સહયોગથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને ચાર આતંકવાદીઓને પકડી પાડ્યા હતા.
પકડાયેલા આ આતંકવાદીઓ પાસેથી ત્રણ ગ્રેનેડ, એક આઈઈડી, બે પિસ્તોલ તથા 40 કારતુસ કબજે લેવામાં આવ્યા હતા. આ ચારેય કેનેડામાં રહેતા આતંકી અર્શદીપ સિંહ ડલ્લા તેમજ ઓસ્ટ્રેલિયમાં રહેતા ગુરજંટ સિંહ સાથે સંકળાયેલા છે.
અખબારે ડીજીપી ગૌરવ યાદવને એમ કહેતા ટાંક્યા હતા કે, આ આતંકવાદીઓને ડલ્લાએ સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હી તેમજ પંજાબમાં હુમલા કરવાની કામગીરી સોંપી હતી. પોલીસે આ તમામને નવી દિલ્હીના ગોયલા ખુર્દમાં વિપિન જાખડના ઘરેથી પકડી પાડ્યા હતા. પકડાયેલા આતંકીઓની ઓળખ દીપક શર્મા, સંદીપ સિંહ, સની ડાગર તરીકે થઈ છે. મોહાલી કોર્ટે આ ચારેયને પાંચ દિવસના રિમાન્ડ ઉપર સોંપ્યા હતા.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
