મારી સમગ્ર કારકીર્દીમાં ભારતના અર્થતંત્ર બાબતે હુ આજના જેટલો આશાવાન પહેલાં કદી નહોતોઃ દીપક પારેખ
August 16, 2022
નવી દિલ્હીઃ ભારતના અર્થતંત્ર બાબતે આજે જેટલો આશાવાન છું એટલો મારી સમગ્ર કારકિર્દીમાં કદી નહોતો તેમ એચડીએફસીના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું. બિઝનેસ સમાચાર ચૅનલ સીએનબીસી-ટીવી18ને આપેલી મુલાકાતામાં દીપક પારેખે જણાવ્યું કે, મોટા દેશો પૈકી ભારત દેશ સૌથી ઝડપી પ્રગતિ કરી રહ્યો છે અને હજુ થોડાં વર્ષ આ રીતે જ પ્રગતિ કરતો રહેશે.
તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની વિશ્વસનીયતા ઘણી ઊંચી છે. “મારી સમગ્ર કારકિર્દીમાં ભારત બાબતે આજના જેટલો આશાવાદી અગાઉ કદી નહોતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એવી રાજકીય મૂડી છે જેને આધારે તેઓ ભારતની પ્રગતિના ગ્રાફને સતત આગળ રાખશે” તેમ દેશના આ બિઝનેસ અગ્રણીએ વિશ્વાસપૂર્વક કહ્યું હતું.
#CNBCTV18Exclusive | In my entire career, have never been as optimistic about India as I am today, India is the fastest growing major economy & it will continue for some years
India’s creditability in the international mkt is high
Deepak Parekh, @HomeLoansByHDFC to CNBC-TV18 pic.twitter.com/7WSIB9pOeJ
— CNBC-TV18 (@CNBCTV18Live) August 16, 2022
દીપક પારેખે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની વિશ્વસનીયતા ઘણી ઊંચી છે. તેમણે ઉમેર્યું કે નાણાકીય ક્ષેત્રની સૌથી મોટી મુશ્કેલી એ છે કે લોન વહેલી બંધ કરવા માટેના કોઈ સરળ નિયમ નથી.
એચડીએફસીના ચેરમેને કહ્યું કે, આગામી થોડા વર્ષમાં ભારત દુનિયાનો સૌથી ઝડપી પ્રગતિ કરતો દેશ હશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
