અમેરિકા કરતા ભારતની અત્યાધુનિક અને બહેતર વ્યવસ્થા અંગે વિદેશ પ્રધાન જયશંકરની અનુભવ બયાની થઇ વાયરલ

અમેરિકા કરતા ભારતની અત્યાધુનિક અને બહેતર વ્યવસ્થા અંગે વિદેશ પ્રધાન જયશંકરની અનુભવ બયાની થઇ વાયરલ

નવી દિલ્હીઃ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ડિજિટલ ઈન્ડિયા અને ભારતની કોવિન એપની ક્ષમતાનો એક કિસ્સો શૅર કર્યો છે.

એક પ્રવચનમાં વિદેશપ્રધાન જયશંકર કોવિડકાળમાં ભારત અને અમેરિકા જેવા શક્તિશાળી દેશની વ્યવસ્થા વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમેરિકામાં પ્રવાસ માટેના કોવિડના પ્રોટોકોલ હળવા થયા પછી પોતે તેમના દીકરાને મળવા માટે અમેરિકા ગયા હતા.

અમેરિકામાં એ રોકાણ દરમિયાન તેઓ સપરિવાર એક રેસ્ટોરામાં ગયા જ્યાં જ્યાં તેમને પ્રવેશ પહેલાં રસીનું પ્રમાણપત્ર બતાવવા જણાવવામાં આવ્યું.

એસ. જયશંકરે કહ્યું કે, મેં તો મારો ફોન ખોલીને મારું કોવિડ રસીનું ડિજિટલ પ્રમાણપત્ર બતાવી દીધું, અને ત્યારપછી મારા દીકરાએ તેનું વૉલેટ ખોલીને તેમાંથી વાળેલો કાગળ બહાર કાઢ્યો, જે તેનું રસીકરણનું સર્ટિફિટેક હતું, એ દર્શાવ્યું પછી અમને પ્રવેશ મળ્યો.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, ડિજિટલ ટેકનોલોજી અપનાવવાની બાબતમાં ભારત હાલ દુનિયાના વિકસિત દેશો કરતાં પણ આગળ છે. દરેક ભારતીયને જેમણે કોરોના વિરોધી રસી લીધેલી છે તેમનાં પ્રમાણપત્ર તેમના મોબાઇલમાં છે, જ્યારે વિદેશમાં હજુ પણ કાગળનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

દેશ ગુજરાત