આપનો ‘ગરીબ’ શાહબાઝ ખાન આઈફોન અને કાર ધરાવે છે, ચલણી નાણું હવામાં ઉછાળવાનો શોખીન છે

આપનો  ‘ગરીબ’ શાહબાઝ ખાન આઈફોન અને કાર ધરાવે છે, ચલણી નાણું હવામાં ઉછાળવાનો શોખીન છે

ભૂજઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીનું વધુ એક સ્ટેજ મેનેજ્ડ નાટક ખુલ્લું પડી ગયું છે. ગુજરાતને બદનામ કરવા કોઇપણ હદે જઈ રહેલા કેજરીવાલે છેવટે એક ભાડૂતી એક્ટરની પણ મદદ લીધી હોવાનું સ્પષ્ટ થયું છે. અમુક ક્ષેત્રમાં મફતની ગેરન્ટી આપવા વારંવાર આવી પહોંચતા આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલે એક હોટેલ રૂમમાં પ્રશ્નોત્તરીનું “આયોજન” કર્યું હતું. આ કથિત પ્રશ્નોત્તરીમાં શાહબાઝ ખાન નામના એક “કલાકારે” ગુજરાતમાં કોઈ વિકાસ જ નથી થયો અને તેથી કેજરીવાલ જેવા લોકોની જરૂર છે એવી ફિલ્મી સ્ટાઈલમાં જોશભેર રજૂઆત કરી હતી.

શાહબાઝ ખાને તેની આ રજૂઆતમાં એવું પણ કહ્યું કે, પોતે ગરીબ છે અને તેની ઉંમર 22 વર્ષ છે. આ તેની કામ કરવાની ઉંમર નથી પણ ભણવાની ઉંમર છે, પણ તે હાલ નોકરીની ટ્રેનિંગમાં છે. શાહબાઝની આવી ફિલ્મી રજૂઆતના થોડા કલાકમાં જ નેટઝન્સે તેની અસલિયતનો પર્દાફાશ કરી દીધો હતો.

વાસ્તવમાં શાહબાઝ એક્ટર હોવાનો દાવો કરે છે અને તેની લાઇફ સ્ટાઇલ પણ ફાઇવસ્ટાર છે એવું તેના વિશેની સાચી હકીકતો શોધી નાખનાર નેટિઝન્સે સાબિત કરી દીધું હતું.

આ તપાસ બીજા લોકોએ પણ આગળ વધારી ત્યારે સાચી હકીકત બહાર આવી કે કેજરીવાલ સમક્ષ પોતાને ગરીબ ગણાવતો શાહબાઝ વિમાન મુસાફરી કરે છે, ભારતીય ચલણ હવામાં ઉછાળીને તેની સાથે રમે છે, હુકો પીવે છે. કેજરીવાલના આ ગરીબ કલાકાર પાસે આઈ-ફોન સાથેના સેલ્ફી પણ શોધી કાઢવામાં આવ્યા છે. મોંઘા જીમમાં કસરત કરતો તેમજ કારમાં ફરતો આ “ગરીબ કલાકાર”ને કેજરીવાલની હોટલ રૂમમાં યોજાયેલી સભામાં પેઇડ એક્ટર તરીકે લાવવામાં આવ્યો હશે એવી પણ અમુક યુઝરે ટિપ્પણી કરી હતી.

દેશ ગુજરાત