રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૯૬ ટકા વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૦ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૯૬ ટકા વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૦ ટકા વરસાદ નોંધાયો

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ ૯૬ ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૫૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૬.૪૬ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૭.૯૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૭૮.૯૪ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૯૫.૧૭ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પાલનપુરમાં ૧૩૧ મિ.મી., જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં ૧૧૫ મિ.મી., વાડિયામાં ૧૦૫ મિ.મી., વંથલીમાં ૧૦૩ મિ.મી., મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના માણાવદર અને ડીસા તાલુકામાં ૯૩ મિ.મી. સુઈગામમાં ૯૨ મિ.મી., જેતપુરમાં ૯૧ મિ.મી., ધોરાજીમાં ૮૬ મિ.મી., ઉમરપાડામાં ૭૮ મિ.મી., લખપતમાં ૭૭ મિ.મી., અને વલસાડમાં ૭૫ મિ.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૭૧ મિ.મી., અમીરગઢમાં ૬૭ મિ.મી., સિદ્ધપુર ૬૬ મિ.મી., ભેસાણ અને ખેરગામમાં ૬૩ મિ.મી., વિસાવદરમાં ૬૨ મિ.મી., રાપરમાં ૬૧ મિ.મી., કુતિયાણામાં ૬૦ મિ.મી., અબડાસણામાં ૫૬ મિ.મી., પલસાણામાં ૫૬ મિ.મી., પોશીનામાં ૫૩ મિ.મી., સરસ્વતીમાં ૫૦ મિ.મી., મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના અન્ય કુલ ૬૧ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

દેશ ગુજરાત