સિસોદિયા સકંજામાં : દિલ્હીનું એક્સાઈઝ ડ્યુટી કૌભાંડ શું છે?
August 19, 2022
નવી દિલ્હીઃ દિલ્હીની આમ આદમી પાર્ટીના ‘કટ્ટર ઈમાનદારી’ અંગેના તદ્દન નકલી દાવાના પડ એક પછી એક ખૂલી રહ્યા છે. કેજરીવાલ સરકારના એક સમયના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન હવાલા કૌભાંડમાં જેલમાં છે ત્યારે સીબીઆઈએ આજે વહેલી સવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નિવાસ્થાન સહિત 21 સ્થળે દરોડા પાડ્યા છે.
સિસોદિયા અને તેમની આમ આદમી પાર્ટી વિરુદ્ધ આરોપ એ છે કે, એ લોકોએ દિલ્હીમાં એક્સાઈઝ ડ્યુટીની નીતિમાં જાતે જ પરિવર્તન કરીને દારૂના ખાનગી દુકાનદારોને કરોડો રૂપિયાનો લાભ કરાવી આપ્યો.
આ નીતિનો અમલ કરતાં પહેલાં બંધારણીય અને કાયદાકીય રીતે નાયબ મુખ્યપ્રધાન સિસોદિયાએ દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી લેવી જોઇએ એ પણ લીધી નહોતી અને નીતિનો સીધો અમલ શરૂ કરી દીધો હતો.
કેજરીવાલના આ કૌભાંડની અને તેની વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત ત્યાંથી જ થઈ. આ કેસ દિલ્હીની કેજરીવાલ સરકારની એક્સાઈઝ નીતિ 2021-2022ના સંદર્ભમાં છે. અલબત્ત, સીબીઆઈએ આ નીતિ વિરૂદ્ધ કેસ નોંધ્યો એ સાથે તરત જ સિસોદિયાએ નીતિ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન કૌભાંડમાં ફસાઈ ગયા હતા.
વાસ્તવમાં કેજરીવાલ સરકારે આ વિવાદાસ્પદ એક્સાઈઝ નીતિ 2020માં જ જાહેર કરી દીધી હતી, અને તે નવેમ્બર 2021માં અમલમાં આવી હતી. આ નીતિ અમલમાં આવતાની સાથે દિલ્હીમાં દારૂના વેચાણમાં અસાધારણ વધારો થયો હતો.
કેજરીવાલની વિવાદાસ્પદ એક્સાઈઝ નીતિ અમલમાં આવી તે પહેલાં સુધી દારૂના વેચાણની પરવાનગી માત્ર સરકાર માલિકી ધરાવતા સ્ટોરોને જ હતી. પણ નવી નીતિ દ્વારા ખાનગી દુકાનદારોને પણ દારૂ વેચવાના પરવાના આપવાનું શરૂ થયું. કેજરીવાલ સરકારે દિલ્હીને 32 ઝોનમાં વહેંચી દીધું અને તેમાં 27 ખાનગી દુકાનદારોને દારૂ વેચવાની પરવાનગી આપી.
આ રીતે પ્રત્યેક મ્યુનિસિપલ વોર્ડમાં બેથી ત્રણ દારૂની દુકાનો કાર્યરત થઈ. સિસોદિયાએ ઘડી કાઢેલી નીતિ અનુસાર ખાનગી દુકાનદારોને છૂટ આપવામાં આવી કે તેઓ છાપેલા વેચાણ ભાવ ઉપર ડિસ્કાઉન્ટ આપી શકે. એટલું જ નહીં પરંતુ એ ખાનગી દુકાનદારો તેમના ગ્રાહકોને ઘરે દારુની ડિલિવરી પણ કરી શકે તથા મધ્યરાત્રિના ત્રણ વાગ્યા સુધી દુકાન ચાલુ રાખી શકે.
એક્સાઈઝ નીતિમાં આ રીતે પરિવર્તન થવાથી દિલ્હી સરકારની આવક 27 ટકા વધીને રૂપિયા 8,900 કરોડે પહોંચી. અને તે સાથે દિલ્હી સરકાર દારૂ વેચાણ વ્યવસાયમાંથી બહાર નીકળી ગઈ.
નીતિ જાહેર કર્યા બાદ સિસોદિયાએ ખાનગી દુકાનદારોની લાઇન્સ ફીના રૂપિયા 144.36 કરોડ પણ “માફ” કરી દીધા હતા. આ માટે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાને કોરાનો લૉકડાઉનનું કારણ આગળ ધરી દીધું હતું.
આ પછી દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નરેશ કુમારની નિમણૂક થઈ ત્યારબાદ આ આખો મામલો ખુલ્લો પડ્યો. નરેશ કુમારનું ધ્યાન કેજરીવાલ-સિસોદિયાની નવી દારૂ નીતિ જાહેર કરવામાં રહેલી ખામીઓ તરફ ગયું. તેમણે આ અંગે અહેવાલ તૈયાર કર્યો અને એક્સાઈઝ વિભાગના વડા અર્થાત મનીષ સિસોદિયાનો ખુલાસો માગ્યો. નરેશકુમારના અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, આવી નીતિ જાહેર કરતાં પહેલા કાયદેસર રીતે દિલ્હીના ઉપરાજ્યપાલની પરવાનગી લેવી જોઇએ તે લેવામાં આવી નથી.
આમ ઈમાનદારીના દાવા પાછળની હકીકત એ છે કે, દારુ વેચાણની એક્સાઈઝ નીતિમાં જ ફેરફાર કરી દઈને ખાનગી દુકાનદારોને મોટો લાભ કરાવી આપવામાં આવ્યો. જેનો “છેવટનો લાભ” ક્યાં પહોંચ્યો હશે તે હવે સીબીઆઈ શોધી કાઢશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
