સંપૂર્ણ નલ સે જલ વાળા પ્રદેશ બન્યા ગોવા, દીવ અને દમણઃ દસ કરોડ ગ્રામીણ પરિવારો સુધી નળથી પહોંચ્યું જળ
August 19, 2022
નવી દિલ્હીઃ સ્વતંત્રતાના આ અમૃતકાળમાં ભારતે ત્રણ વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યા છે, વડાપ્રધાન મોદીએ આજે આમ ગોવામાં સંબોધન દરમિયાન કહ્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે દેશના 10 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી જળ યોજના હેઠળ શુદ્ધ પાણી મળવા લાગ્યું છે. તેમણે કહ્યું કે ગોવા રાજ્યના પ્રત્યેક ઘરને નળથી જળ પહોંચાડવાનો લક્ષ્યાંક હાંસલ કરવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તથા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ઘરે શૌચાલય, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ગંદા પાણીના શુદ્ધિકરણની યોજનાનું લક્ષ્યાંક પણ હાંસલ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલાં લાલ કિલ્લા પરથી પ્રવચન આપતી વખતે જે વચન આપ્યાં હતાં તે આજે સાકાર થયા છે.
3 साल पहले लाल किले से किया वादा पीएम @narendramodi ने निभाया
आज- 10 करोड़ ग्रामीण परिवार स्वच्छ पानी की सुविधा से जुड़ चुके हैं
गोवा देश का पहला राज्य बना है, जिसे हर घर जल सर्टिफाई किया गया है
दादरा नगर हवेली एवं दमन और दीव भी, हर घर जल सर्टिफाइड केंद्र शासित राज्य बन गए हैं pic.twitter.com/6ZLn9JOLTF— Social Tamasha (@SocialTamasha) August 19, 2022
અત્યાર સુધીમાં ત્રણ રાજ્ય તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં નળથી જળ યોજનાની 100 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. રાજ્યોમાં- ગોવા, તેલંગણા તથા હરિયાણા તથા કેન્દ્રશાસિત પ્રદેશ- પુડુચેરી, દીવ-દમણ તથા દાદરા-નગર હવેલી ઉપરાંત આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. તે સિવાય પંજાબમાં 99.93 ટકા, ગુજરાતમાં 97.03 ટકા, બિહારમાં 95.51 ટકા અને હિમાચલ પ્રદેશમાં 94.88 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સાતમી ઑગસ્ટે ગોવા ઉપરાંત દાદરા-નગર હવેલી અને દીવ-દમણ હર ઘર જળ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યાં હતાં. આ તમામ જગ્યાના નાગરિઓએ પણ એ વાતને અનુમોદન આપ્યું હતું કે તેમને પૂરતા પ્રમાણમાં, નિયમિત અને સ્વચ્છ પાણી મળી રહ્યું છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
