કેજરીવાલે દિલ્હીના ઈમામોને અત્યાર સુધીમાં 28.66 કરોડ વેતન રૂપે આપ્યા: RTIનો જવાબ

કેજરીવાલે દિલ્હીના ઈમામોને અત્યાર સુધીમાં 28.66 કરોડ વેતન રૂપે આપ્યા: RTIનો જવાબ

નવી દિલ્હીઃ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર કઈ હદે ધાર્મિક ભેદભાવ રાખે છે તેનું ચોંકાવનારું ઉદાહરણ RTI દ્વારા ખુલ્લું પડી ગયું છે. દિલ્હી સરકાર અન્ય ધર્મોના કિસ્સામાં આવું કોઇ વેતન નથી આપતી.

દિલ્હી ભાજપના મહામંત્રી ડૉ. ટીના કપૂર શર્માએ આ સંદર્ભનો RTIનો જવાબ શૅર કરીને લખ્યું કે, દિલ્હીના ઈમામોના મસીહા કેજરીવાલે 2015-16માં 3 કરોડ 18 લાખ રૂપિયા ઈમામોને આપ્યા, અને એ જ રકમ 2019-20માં વધીને 9 કરોડ 24 લાખ થઈ ગઈ. અત્યાર સુધીમાં કુલ 28 કરોડ 66 લાખ રૂપિયા “જનાબ” કેજરીવાલ ઈમામોને વહેંચી ચૂક્યા છે. મંદિરોના પૂજારીઓને તથા ગુરુદ્વારાના ગ્રંથિઓને – 0 (શૂન્ય).

આ ટ્વિટના જવાબમાં આમ આદમી પાર્ટી પ્રત્યે ધિક્કાર વ્યક્ત કર્યો અને કેટલાક યુઝરે કેજરીવાલની સરકારના ભેદભાવયુક્ત વલણ ઉજાગર કર્યા.

રિશી કાલિયા નામના યુઝરે આપ- પાર્ટીના જ એક ટ્વિટનો હવાલો આપીને લખ્યું કે, આની સરખામણીમાં (અર્થાત ઇમામોને અપાતી રકમની સરખામણીમાં) આપ પાર્ટીની ભેદભાવભરી નીતિ જૂઓ કે તેણે પાંચ વર્ષમાં કૉમનવેલ્થ પદકધારકને માત્ર રૂપિયા 1.99 લાખ જ આપ્યા છે.

એક યુઝરે લખ્યું કે બંગાળ અને બિહારમાં પણ (ઇમામોને નાણા) આપવામાં આવે છે, તપાસ કરવી જરૂરી છે.

દેશ ગુજરાત