જૂન મહિનામાં ફોર્મલ ક્ષેત્રે નોકરીમાં 8.9 ટકાનો વધારો થયો
August 22, 2022
નવી દિલ્હીઃ દેશમાં ફોર્મલ ક્ષેત્રમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂન 2022માં આ ક્ષેત્રમાં નોકરીમાં 8.9 ટકાનો વધારો થયો હોવાનું ઈપીએફઓના સત્તાવાર આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
મે 2022માં 16.8 લાખ લોકોને રોજગારી મળી હતી જ્યારે જૂન 2022માં આ આંકડો વધીને 18.3 લાખનો થયો જે 8.9 ટકાનો વધારો દર્શાવે છે.
ઈપીએફઓમાં નવા સબસ્ક્રાઈબરની સંખ્યામાં જૂન 2021ની સરખામણીમાં જૂન 2022માં 5.5 લાખ નવા નોકરિયાત ઉમેરાયા તેમ ઈપીએફઓ દ્વારા જારી પેરોલ ડેટા દ્વારા સ્પષ્ટ થાય છે.
જૂનમાં જે નવા 18.3 લાખ નોકરિયાત ઉમેરાયા તે પૈકી 10.5 લાખ નવા નોકરિયાતોની નોંધણી ઈપીએફ તથા એમપી એક્ટ, 1952ના કાયદા હેઠળ થઈ છે તેમ ઈપીએફઓની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
અંદાજે 7.8 લાખ લોકોએ આ ગાળામાં નોકરી છોડી હતી, પરંતુ એ જ ગાળામાં આ નોકરિયાતોએ ઈપીએફઓમાં નવેસરથી નોંધણી કરાવી હતી, અર્થાત એક જગ્યાએથી નોકરી છોડનારાઓએ બીજે નોકરી લીધી હતી.
ઈપીએફઓના નિવેદનમાં જણાવ્યા મુજબ જૂન મહિનામાં જે નવા નોકરિયાતો જોડાયા તે સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષની સરખામણીમાં સૌથી વધુ માસિક સરેરાશ દર્શાવે છે.
જૂન 2022માં જે નવા લોકોને નોકરી મળી તેમાં 4.7 લાખ લોકોની સરેરાશ ઉંમર 22થી 25 વર્ષ છે. અર્થાત મોટાભાગના નવા નોકરિયાતો પ્રથમ વખત રોજગાર બજારમાં આવ્યા છે.
જે રાજ્યોમાં નવા નોકરિયાતોને રોજગારી મળી છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા તથા દિલ્હીનો સમાવેશ થાય છે. આ છ રાજ્યોમાં કુલ 12.6 લાખ નોકરિયાતો જૂન 2022માં ઉમેરાયા છે, જે કુલ નોકરી મેળવનારના 68.66 ટકા થાય છે.
સ્ત્રી-પુરુષ રેશિયો અનુસાર આ નવા નોકરિયાતોમાં મહિલાઓની સંખ્યા 4.1 લાખ છે અર્થાત 22.09 ટકા મહિલાઓએ રોજગારી મેળવી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
