સરકારી હોસ્પિટલોને શ્રેષ્ઠ ગણાવનાર મનીષ સિસોદિયા અને તેમના પત્ની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે!

સરકારી હોસ્પિટલોને શ્રેષ્ઠ ગણાવનાર મનીષ સિસોદિયા અને તેમના પત્ની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે!

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પોતાની અને પત્નીની સારવાર ખાનગી હોસ્પિટલોમાં કરાવીને તેના રૂપિયા 22,61,120 રાજ્ય સરકારના ખર્ચમાં ઉધાર્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

દિલ્હીમાં ભાજપના નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાએ સિસોદિયાના હોસ્પિટલ ખર્ચનો એક હિસાબ સોશિયલ મીડિયા પર શૅર કરીને જણાવ્યું કે, સિસોદિયા દિલ્હીની હોસ્પિટલોના મોટાપાયે વખાણ કર્યા કરે છે પરંતુ તેમને પોતાની સરકારી હોસ્પિટલો પર ભરોસો નથી. તેમણે કહ્યું કે, આ એ બિલ છે જે રકમ તેમણે દિલ્હીના કરદાતાઓ પાસેથી માગી છે.

બગ્ગાએ જે બિલનો દસ્તાવેજ શૅર કર્યો છે તે અનુસાર સિસોદિયાએ તેમની પોતાની તથા પત્નીની સારવાર ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ, મેક્સ હોસ્પિટલ, બાપુ નેચર ક્યોર જેવી ખાનગી હોસ્પિટલોમાં કરાવીને 2014થી 2021 સુધીમાં દર વર્ષે સરેરાશ અઢીથી ત્રણ લાખનો ખર્ચ કર્યો હતો. આ રકમનાં બિલો તેમણે રાજ્ય સરકારમાં ઉધાર્યા છે.

દેશ ગુજરાત