પ્રેસ ફોટોગ્રાફરોના ફોટો પ્રદર્શનનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ કેમેરા પર હાથ અજમાવ્યો
August 23, 2022
અમદાવાદઃ ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અમદાવાદમાં રવિશંકર આર્ટ ગેલરી ખાતે ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોટો પ્રદર્શન આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું.
વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસવીરી યાદગાર ક્ષણોને મુખ્યમંશ્રીએ બિરદાવીને તસવીરકારોને અભિનંદન પણ આપ્યા હતા.
લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસવીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટિંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે.
શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે અમીતભાઈ દવે, શૈલેષ પ્રજાપતિ અને ધવલ ભરવાડને સન્માનિત કરવામાં આવ્યા હતા, તે ઉપરાંત ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસવીરકારોને પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.
લો-ગાર્ડન નજીક આવેલી રવિશંકર આર્ટ ગેલરી ખાતે આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
