મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળે “સ્વરાજ” શ્રેણી નિહાળી

મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળે “સ્વરાજ” શ્રેણી નિહાળી

ગાંધીનગરઃ દૂરદર્શન દ્વારા હાલ પ્રસારિત થઈ રહેલી સ્વતંત્રતા ચળવળને લગતી સ્વરાજ શ્રેણી મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ મંગળવારે નિહાળી હતી.

૧૫-મી સદીથી રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ,રાષ્ટ્રીય ચળવળના કેટલાક ભૂલાયેલા નરબંકાઓ અને રાષ્ટ્રીય ચળવળની ઝાંખી કરાવતી ૭૫-એપિસોડની એક મહત્વાકાંક્ષી “સ્વરાજ” ટી.વી શ્રેણીનો પ્રારંભ થયો છે. આ શ્રેણીનો વિશેષ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓએ તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિહાળી હતી.

આ શ્રેણીના પ્રસારણનો પ્રારંભ તા.૧૪મી ઓગસ્ટ, રવિવારે થયો હતો અને દરરોજ ડીડી નેશનલ ચેનલ ઉપર રાત્રે ૯.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન પ્રસારિત કરવામાં આવે છે.

દેશ ગુજરાત