કેજરીવાલની શરાબ નીતિને કારણે દિલ્હી સરકારને આવકની જંગી ખોટ
August 25, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારની જે શરાબ નીતિ હતી તેને કારણે દિલ્હી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તે અંગે ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા છે. આમ તો હવે પાછી ખેંચાઈ ગયેલી એ નીતિ જેટલો સમય અમલમાં રહી તેટલા સમયમાં દિલ્હી સરકારને ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આ અંગેની આંકડાકીય વિગતો જાહેર કરતા ભાજપના નેતા અમિત માલવિયએ કહ્યું કે, ગ્રાહકો રૂપિયા 530ના દર સામે 30 રૂપિયા વધુ અર્થાત 560 ચૂકવી રહ્યા હતા.
Arvind Kejriwal’s new liquor excise policy:
Consumer was paying 30 rupees more, up from 530 to 560.
Liquor retailer’s margin jumped more than 10 times from 33 rupees to 363.
But Govt revenue fell sharply from rupees 330 to mere 8.
AAP must explain this huge loss to exchequer. pic.twitter.com/izoRmhsHJB
— Amit Malviya (@amitmalviya) August 25, 2022
એ નીતિને કારણે શરાબના છૂટક વેપારીઓના નફાના ગાળામાં 10 ગણો વધારો થયો હતો, અર્થાત તેમને અગાઉ 33 રૂપિયા મળતા હતા તેની સામે રકમ વધીને રૂપિયા 363 થઈ ગઈ. પરંતુ તેની સામે દિલ્હી સરકારની આવક જે અગાઉ રૂપિયા 330 હતી તે ઘટીને માત્ર આઠ રૂપિયા થઈ ગઈ.
આ રીતે સરકારની આવકમાં આટલો જંગી ઘટાડો કેવી રીતે થયો એ વિશે આમ આદમી પાર્ટીની સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
