સપ્ટેમ્બરથી વેપારીઓ માટે વેરો, વ્યાજ અને દંડની રકમ ઑનલાઇન ચૂકવવાનું ફરજિયાત
August 25, 2022
અમદાવાદઃ વેપારીઓ માટે હવે આવતા મહિનાથી તેમના વેરા, વ્યાજ અને દંડની રકમ ઑનલાઇન ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં આજે નાયબ રાજ્ય વેરા કમિશનર (નિરીક્ષણ અને સંકલન) જણાવવામાં આવ્યું કે, ઑનલાઇન પદ્ધતિથી વેપારીઓ ગમે તે સમયે અને ગમે તે સ્થળેથી વેરાની ચૂકવણી કરી શકે છે. જેનાથી સમય, શ્રમ અને સ્ટેશનરીનો વ્યય થતો પણ અટકે છે. વધુમાં, ઘણા કિસ્સામાં મેન્યુઅલ રીતે ભરેલા ચલણની વિગતોમાં ચેડાં કરીને વેપારી સાથે છેતરપિંડી કર્યાનું ધ્યાને આવ્યું છે.
આ મુશ્કેલીના નિવારણ માટે કમિશનર, કોમર્શિયલ ટેક્ષ, ગુજરાત રાજ્ય દ્વારા તા. ૦૧/૦૮/૨૦૨૨ના રોજ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવા અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ કોઈપણ ટેક્ષ પિરિયડ માટેની વેટ કાયદા / કેન્દ્રીય કાયદા હેઠળ ચૂકવવાના થતા વેરા, વ્યાજ અને દંડ સહિતની તમામ રકમ વેપારીઓએ તા. ૦૧/૦૯/૨૦૨૨ થી ફરજિયાત ઑનલાઈન પદ્ધતિ ચૂકવવાની રહેશે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
