ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાં 90,000 કરતાં વધુ નવી કંપનીઓ રજિસ્ટર થઈ
August 25, 2022
નવી દિલ્હીઃ 2022ના જાન્યુઆરીથી જૂન સુધીમાં દેશમાં 90,051 જેટલી રેકોર્ડ માત્રામાં નવી કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું છે જે દેખીતી રીતે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થઈ રહ્યો હોવાનો સંકેત આપે છે. જે નવી કંપનીઓ રજિસ્ટર થઈ છે તેમાં મોટાભાગની સર્વિસ સેક્ટરમાં છે અને બીજા નંબરે ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓની નોંધણી થઈ છે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ માત્રામાં નવી કંપનીઓની નોંધણી થઈ છે જે ગયા વર્ષે આ ગાળામાં થયેલી નોંધણી કરતાં 15 ટકાનો વધારો સૂચવે છે. ગયા વર્ષે આ ગાળામાં 78,533 નવી કંપનીઓની નોંધણી થઈ હતી, જે અગાઉના વર્ષ કરતાં 64.3 ટકાનો વધારો સૂચવે છે.
મંત્રાલય દ્વારા જારી વિગતો ઉપર ધ્યાન આપીએ તો કોરોનાકાળમાં અર્થાત 2020માં દેશમાં 47,784 નવી કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જોકે આ ગાળામાં કંપનીઓ બંધ પડવાની સંખ્યા પણ નોંધપાત્ર હતી. પ્રથમ છ માસમાં 59,560 કંપની બંધ પડી હોવાનું નોંધાયું છે.
- ગુજરાતમાં 0.79 લાખ રજિસ્ટર કંપની પૈકી 63 ટકા સક્રિય
30 જૂન, 2022 સુધીમાં દેશમાં કુલ 23.6 લાખ કંપનીઓ નોંધાયેલી છે જે પૈકી 63 ટકા કંપનીઓ સક્રિય છે. સક્રિય કંપનીઓની આ સંખ્યા મે, 2022 કરતાં એક ટકો વધારે છે.
સક્રિય કંપનીઓની બાબતમાં ગુજરાત 63 ટકા સાથે પાંચમા નંબરે છે. ગુજરાતમાં 0.79 લાખ કંપનીઓ નોંધાયેલી છે. આ કેટેગરીમાં પહેલો નંબર હરિયાણાનો આવે છે જ્યાં 0.51 લાખમાંથી 73.8 ટકા કંપની સક્રિય છે. બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં 1.11 લાખ કંપની પૈકી 71.3 ટકા સક્રિય કંપનીઓ છે. ત્રીજા નંબરે રાજસ્થાનમાં 65 ટકા અને કર્ણાટકમાં 64.9 ટકા કંપનીઓ સક્રિય છે. સક્રિય કંપનીઓના આ ચાર્ટમાં દિલ્હીનો ક્રમ સૌથી છેલ્લો આવે છે. દિલ્હીમાં માત્ર 58.5 ટકા કંપની સક્રિય છે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
