દિલ્હીમાં આઠ યુનિવર્સિટી-શૈક્ષણિક સંસ્થાઓ નકલીઃ યુજીસીએ યાદી જાહેર કરી
August 27, 2022
નવી દિલ્હીઃ સર્વશ્રેષ્ઠ શિક્ષણનાં બણગાં ફૂકતા કેજરીવાલ શાસિત દિલ્હીમાં આઠ-આઠ યુનિવર્સિટી નકલી હોવાનું યુનિવર્સિટી અનુદાન આયોગ (યુજીસી) જાહેર કર્યું છે. યુજીસીએ દેશમાં સક્રિય કુલ 21 યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે જેમને યુજીસીની માન્યતા નથી અને આવી યુનિવર્સિટીઓ પાસે કોઈ ડિગ્રી આપવાનો અધિકાર નથી.
યુજીસી દ્વારા જારી આ નકલી યુનિવર્સિટીઓની યાદીમાં કેજરીવાલ જેમને ભારતરત્ન આપવા લાયક ગણાવે છે એવા જાતે જ શ્રેષ્ઠ શિક્ષણપ્રધાનનો તાજ પહેરીને ફરે છે એવા મનીષ સિસોદિયાના નાક નીચે આઠ યુનિવર્સિટી સદંતર નકલી છે. અને આ રીતે કેજરીવાલ સરકારે ફેક શૈક્ષણિક સંસ્થાઓની બાબતમાં નંબર વન સ્થાન હાંસલ કરી લીધું છે.
યુજીસી દ્વારા જારી નકલી યુનિવર્સિટી – શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડુચેરી, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. યાદી અનુસાર ઉત્તરપ્રદેશમાં ચાર, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં એક-એક, પશ્ચિમ બંગાળમાં બે, ઓડિશામાં બે શૈક્ષણિક સંસ્થાઓ નકલી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
