દેશને નંબર વન બનાવવાની ચિંતા છોડો, એ કામ મોદીજી કરી રહ્યા છેઃ કેજરીવાલને હિમંત બિસ્વ સર્માની લપડાક
August 27, 2022
ગુવાહાટીઃ આસામ અને દિલ્હીના મુખ્યપ્રધાનો વચ્ચે બે દિવસ પહેલાં શરૂ થયેલું ટ્વિટર યુદ્ધ હજુ પણ ચાલુ રહ્યું છે. કેજરીવાલના મોં-માથા વિનાના નિવેદનો અને કોઈ આધાર વિનાની વાતોને આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વ સર્મા આંકડાકીય વિગતો સાથે બરાબર જવાબ આપી રહ્યા છે.
આસામના મુખ્યપ્રધાને છેલ્લે શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને કેજરીવાલને એવી લપડાક મારી છે કે તે હવે કોઈ મુદ્દાસર સાર્થક જવાબ આપવાની સ્થિતિમાં નથી. પોતે આસામની સ્કૂલોનું નિરીક્ષણ કરવા તૈયાર છે અને હિમંત સર્મા દિલ્હી આવીને દિલ્હીનું શિક્ષણ મોડલ જોઈ શકે છે અને અમે ભારતને દુનિયામાં નંબર વન બનાવવા માગીએ છીએ એવા કેજરીવાલના નિવેદનને આસામના મુખ્યપ્રધાને આજે બરાબર ઝાટકી નાખ્યા હતા.
હિમંત સર્માએ કેજરીવાલને સંબોધીને કહ્યું કે, તમારામાં જાણકારીનો અભાવ છે એ પીડાદાયક છે. ચાલો હું તમને મદદ કરું. આસામ દિલ્હી કરતાં 50 ગણું મોટું છે. તમારી 1000 જેટલી સ્કૂલોની સામે અમારી 44,521 સ્કૂલોમાં 65 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. અમારા પ્રતિબદ્ધ શિક્ષકોની સંખ્યા બે લાખ કરતાં વધુ છે. મધ્યાહન ભોજન યોજનામાં 1.18 લાખ લોકો કામ કરે છે.
We impart education in six mediums including 14 different tribal languages. Our diversity is something that we'r proud of, cherish, & ensure it to thrive through our unique education system. And yes, we do not have resources like that in Delhi. We're proud of what we've and do!👇
— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2022
દિલ્હીની સરખામણીમાં અમે પૂરનું સારી રીતે સંચાલન કરી લઇએ છીએ, ઉગ્રવાદને કાબુમાં રાખીએ છીએ, પર્વતીય અને મુશ્કેલ ભૌગોલિક સ્થિતિનો સામનો કરીએ છીએ અને છતાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપીએ છીએ.
અમે ઉત્તમ યજમાન છીએ. અહીં આવો અને અમારા પર્વતીય જિલ્લાઓમાં બે રાત્રિ પસાર કરો, જાતે જૂઓ કે અમે કેવા પડકારોનો સામનો કરીએ છીએ. એ જોયા પછી તમે અમને ભાષણ આપવાનું બંધ કરી દેશો.
અમે 14 વિભિન્ન આદીજાતી બોલીઓ સહિત છ માધ્યમમાં શિક્ષણ આપીએ છીએ. અમારા વૈવિધ્યનું અમને ગૌરવ છે અને અમે વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ દ્વારા શ્રેષ્ઠ વિકાસ કરી રહ્યા છીએ. અને હા, એ બધા માટે અમારી પાસે દિલ્હી જેટલા સંસાધનો ઉપલબ્ધ નથી. અમે જે છીએ અને જે કરીએ છીએ તેનું અમને ગૌરવ છે.
Dear @ArvindKejriwal Ji, Your ignorance is painful. Let me help you. Assam is 50 times bigger than Delhi! Our 44521 govt schools teach 65 lakh students- against your 1000+ odd schools. Our army of dedicated teachers number 2+ lakh; Midday meal workers 1.18 lakh. Fathom it?👇
— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2022
અને હા, તમે આસામ આવવા આતુર છો અને તેથી આવો ત્યારે અમારી મેડિકલ કૉલેજોમાં લઈ જઇશ જે તમારા મહોલ્લા ક્લિનિક કરતાં 1000 ગણા ઉત્તમ છે. સાથે અમારી સરકારી સ્કૂલોના તેજસ્વી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને મળજો.
અને હા, તમે દેશને નંબર-1 બનાવવાની ચિંતા છોડી દો, એ કામ મોદીજી કરી રહ્યા છે.
વિવાદની શરૂઆત કેજરીવાલે આસામની શાળાઓ અંગે કશી જાણકારી વિના જ કરેલા નિવેદન સાથે થઈ હતી. એ સમયે આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વ સર્માએ કહ્યું હતું કે, પહેલાં હોમવર્ક કરો, પછી કોઈ ટિપ્પણી કરો.
વાસ્તવમાં એક મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે, આસામની કેટલીક શાળાઓનું પરિણામ શૂન્ય આવતાં રાજ્ય સરકારે એ શાળાઓ બંધ કરી દીધી.
And yes, when you're in Assam, which you so desperately wish to, I will take you to our Medical Colleges, 1000 times better than your Mohalla Clinic. Also meet our bright Govt school teachers & students.
और हाँ, आप देश को No 1 बनाने की चिंता छोड़ दें, वो मोदी जी कर रहे हैं।
— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2022
આ અહેવાલના આધારે કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, શાળા બંધ કરી દેવી એ ઉપાય નથી. આપણે હજુ આખા દેશમાં ઘણી નવી સ્કૂલ ખોલવાની જરૂર છે. સ્કૂલ બંધ કરવાને બદલે સ્કૂલ સુધારીને શિક્ષણ બરાબર કરો.
કેજરીવાલના આવા બિનજરૂરી સલાહ આપતા ટ્વિટના જવાબમાં આસામના મુખ્યપ્રધાન હિમન્ત બિસ્વ સર્માએ કહ્યું હતું, પ્રિય કેજરીવાલ, દર વખતની જેમ તમે કોઈ જાતનું હોમવર્ક કર્યા વિના ટિપ્પણી કરી છે.
આસામના મુખ્યપ્રધાનના આકરા જવાબને પગલે આદત મુજબ ઢીલા પડી ગયેલા કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, અરે! તમે તો નારાજ થઈ ગયા લાગો છો. મારો ઈરાદો તમારી ભૂલો કાઢવાનો નહોતો. આપણે બધા એક દેશ છીએ. આપણે એકબીજા પાસેથી શીખવાનું છે. ત્યારે ભારત નંબર વન બનશે. કેજરીવાલે આગળ લખ્યું કે, હું આસામ આવીશ, તમે કહો ક્યારે આવું? તમે તમારા શિક્ષણ ક્ષેત્રના સારા કામો બતાવજો. તમે દિલ્હી આવો, હું તમને દિલ્હના કામ બતાવીશ.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
