મલખંભને સમર્પિત છે વડોદરાના એક જ પરિવારના છ સભ્યો
August 28, 2022
વડોદરાઃ મલ એટલે કુસ્તી અને ખંભ એટલે થાંભલો – સ્તંભ. આ રમતમાં એક સીધા ખોડેલા થાંભલા પર કુસ્તીને મળતાં આવતા અંગ કસરતના દાવપેચ અને યોગિક મુદ્રાઓ ખૂબ કુશળતા સાથે કરવામાં આવે છે.
કદાચ એના લીધે આ રમતને મલખંભ જેવું વિશિષ્ઠ નામ મળ્યું હશે.અખાડાઓમાં રમાતી આ એક પ્રાચીન અને લગભગ ભારતીય રમત છે જેના અન્ય એક પ્રકારમાં લટકતા મજબૂત દોરડા પર આ કવાયતો કરવામાં આવે છે જે રોપ મલખંભ તરીકે ઓળખાય છે.
આજે વાત કરવી છે વડોદરાના ચોકસી પરિવારની જે આ અનોખી રમતનો સમર્પિત સાધક છે. ગૌરવની વાત એ છે કે વડોદરાની વ્યાયામ શાળાઓએ આ રમતના વારસાને જીવંત રાખવાની સાથે ઉત્તમ ખેલાડીઓનું ઘડતર કર્યું છે. આ સંસ્થાઓ અને ચોકસી પરિવારના અથાક પ્રયત્નોથી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહનથી હવે આ રમતનો નેશનલ ગેમ્સમાં સમાવેશ થયો છે અને ગુજરાતમાં રમાનારી ૩૬ મી ગેમ્સમાં પહેલીવાર તેની સ્પર્ધા થશે જેના માટે ગુજરાતની ટીમની પસંદગી પણ વડોદરામાં થઈ છે.
આ રમત ક્યારેક રજવાડાઓની રમત ગણાતી હતી એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત મલખંભ એસોસિએશનના સચિવ રાહુલ ચોકસીએ જણાવ્યું કે વડોદરાના ખેલ વારસા પ્રત્યે આદર ધરાવતા વડાપ્રધાનશ્રીએ અગાઉ રાષ્ટ્રીય શાળાકીય રમતોમાં તેના સમાવેશ પછી હવે નેશનલ ગેમ્સમાં તેનો સમાવેશ કરતાં ખેલાડીઓ અને ખેલ પ્રેમી પરિવારોમાં ખૂબ આનંદ પ્રસર્યો છે અને અમે હૃદયપૂર્વક તેમનો આભાર માનીએ છે. ચોકસી પરિવારના સભ્યો હાલમાં નેશનલ ગેમ્સ માટે પસંદ થયેલી ગુજરાત ટીમને સઘન તાલીમ આપી રહ્યા છે. આ ટીમ લગભગ આખી વડોદરાના ખેલાડીઓની બનેલી છે એ નોંધ લેવા જેવી બાબત છે.
રાહુલ ચોકસી બચપણમાં તેમના પિતા કનૈયાલાલ સાથે જુમ્માદાદા વ્યાયામ શાળામાં જતા અને ત્યારથી જ આ રમતના પ્રેમમાં પડ્યા. આજે જૈફ વયે પણ તેઓ આ રમત એટલી જ કુશળતાથી રમી શકે છે. એમના પત્ની સંગીતા છેલ્લા ૧૭ વર્ષથી આ રમતની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રેફરી તરીકે સેવાઓ આપી રહ્યાં છે અને રાજ્યની મહિલા ટીમના મેનેજર છે.
એમનો મોટો પુત્ર જીગર બહુરાષ્ટ્રીય કંપનીમાં હિસાબનીશ છે અને નાનો પુત્ર ઇજનેર,જે બંને આ રમતના નિપુણ ખેલાડીઓ છે. મોટો પુત્ર પાંચ વાર રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને આ રમતમાં પણ પદકો જીત્યા છે. નાના પુત્રે પણ આ રમતમાં પદકો જીત્યા છે. આ રમત આ પરિવાર માટે પારિવારિક પરંપરા બની ગઈ છે. મલખંભ એવી રમત છે જેના પર વડોદરા અને તેની વ્યાયામ શાળાઓની છાપ અંકિત થયેલી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
