દિલ્હી સરકારની સ્કૂલમાં સીલિંગ ફૅન પડતાં વિદ્યાર્થિનીને ઈજા

દિલ્હી સરકારની સ્કૂલમાં સીલિંગ ફૅન પડતાં વિદ્યાર્થિનીને ઈજા

નવી દિલ્હીઃ દિલ્હીની સરકારી સ્કૂલોને વિશ્વકક્ષાની કરી દીધી હોવાના દાવા કરનાર કેજરીવાલ સરકારની બદનામીના કાંટાળા તાજમાં વધુ એક કાંટો ઉમેરાયો છે. દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં આવેલી એક સરકારી સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ હતું એ દરમિયાન જ સીલિંગ ફૅન તૂટીને નીચે પડતાં ત્યાં બેઠેલી એક વિદ્યાર્થિની ગંભીર રીતે ઘવાઈ હતી. તેને હાલ નાંગલોઈની જ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની વિગત આપતાં એ વિદ્યાર્થિનીએ મીડિયાને કહ્યું હતું કે, 27 ઑગસ્ટને શનિવારે શિક્ષણકાર્ય ચાલુ હતું એ દરમિયાન જ એકાએક સીલિંગ ફૅન તૂટીને તેના માથે પડ્યો હતો. તેણે જણાવ્યું કે, ક્લાસની છત ઘણા સમયથી તૂટેલી હાલતમાં હતી અને ત્યાંથી સતત પાણી ટપક્યા કરતું હતું. પાણીને કારણે છત વધુ નબળી પડી ગઈ હતી અને પરિણામે પંખો તૂટી પડ્યો હતો.

આ અંગે ભારતરત્નના દાવેદાર દિલ્હીની સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા કે કેજરીવાલ સરકાર તરફથી હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

દેશ ગુજરાત