“પોષણ ભી પઢાઈ ભી” – 1થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં યોજાશે પોષણ અભિયાન
August 30, 2022
- — ‘પાંચમાં પોષણ માસ’ અંતર્ગત ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે
- — મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ , “પોષણ ભી પઢાઈ ભી”, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાશે
- — કેન્દ્ર સરકાર મહિલા અને બાળવિકાસ મંત્રાલય, દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણન જનઆંદોલન માટે “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણી કરાય છે.
ગાંધીનગરઃ ‘પોષણ અભિયાન’ અંતર્ગત રાજ્યમાં આગામી તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઉજવણી કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. આ અભિયાન હેઠળ પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે.
પોષણ માસની વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષ દરમિયાન પાંચમાં પોષણ માસ અંતર્ગત ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવાનું નક્કી કરાયું છે. જેમાં મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, પોષણ ભી, પઢાઈ ભી, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આ અભિયાનના ઉદ્દેશ્યો વિશે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃતિ, જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવી અને જન-ભાગીદારી સુનિશ્ચિત કરવી તેમજ તાલુકાના તમામ લાભાર્થીઓને સહભાગી બનાવીને પોષણ માસનું નિદર્શન તથા પરામર્શ કરવાનો છે. આ ઉપરાંત જનસમુદાય સુધી પોષણ અને આરોગ્યનાં અર્થપૂર્ણ સંદેશાઓ પહોંચાડવામાં અને સરકારના “સુપોષિત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવામાં વિવિધ મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ, સાંસદસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે તા. ૦૮ માર્ચ, ૨૦૧૮ના રોજ ‘પોષણ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની અને માર્ચ મહિનામાં ‘પોષણ પખવાડીયા’ની ઉજવણી કરવામાં આવે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
