2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં 47 લાખ ફોર્મલ નોકરીનું સર્જન થયું; પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાત
August 31, 2022
નવી દિલ્હીઃ વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી દર 13.5 ટકા રહ્યો છે એવા આજે જ જાહેર થયેલા રાહતજનક સમાચાર વચ્ચે સાથે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, આ જ પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં 47 લાખ કરતાં વધુ લોકો ફોર્મલ નોકરીમાં જોડાયા હતા. તેમાં એપ્રિલ 2022માં 14,20,569, મે 2022માં 14,74,295 તથા જૂન 2022માં 18,36,487 લોકોને નોકરી મળી છે. આમ નવી નોકરી મેળવનારની કુલ સંખ્યા 47.3 લાખ થાય છે.
નવી નોકરીઓના સર્જનની બાબતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ- 14.42 લાખ, ત્યારબાદ કર્ણાટકમાં- 8.2 લાખ, તમિલનાડુમાં- 6.6 લાખ, હરિયાણામાં- 5.9 લાખ તથા ગુજરાતમાં 5.6 લાખ લોકો નોકરીમાં જોડાયા છે.
અહેવાલ મુજબ આ ગાળામાં નવી ફોર્મલ નોકરીઓની જે માંગ ઊભી થઈ હતી તેમાં યુવાનોની માંગ વધારે હતી. એપ્રિલથી જૂનના ગાળામાં જે લોકોને નોકરી મળી તેમાં 80.4 ટકા લોકો 18 થી 35 વર્ષની વયજૂથના છે. આમ 38 લાખ કરતાં વધુ નવા નોકરી મેળવનાર 18 થી 35 વર્ષની ઉંમરના છે.
તમામ ઉંમરના લોકોને નોકરી આપવામાં મહારાષ્ટ્ર ટોચ ઉપર રહ્યું છે, ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે. તમિલનાડુમાં 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ વયજૂથના લોકોને નોકરી મળી છે.
વિગતો અનુસાર 47 લાખમાંથી મોટાભાગની નોકરી જે તે નિષ્ણાત-કુશળતાની સેવાઓના ક્ષેત્રમાં મળી હતી.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
