દિલ્હી વિધાનસભા ગૃહમાં કેજરીવાલના પાંચ સૌથી મોટાં જૂઠાણાં
August 31, 2022
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં કોઇએ વિશ્વાસમત લેવાની માગણી કરી નહોતી, કોઇએ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરી નહોતી અને છતાં કેજરીવાલે જાતે જ વિશ્વાસ મત લેવા માટે દિલ્હી વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવ્યું હતું. જોકે તેમના આવાં પગલાંનો આશય એ દિવસે કેજરીવાલે કરેલા ભાષણ દ્વારા સ્પષ્ટ થઈ હતો. એ ભાષણમાં દિલ્હીના ખાતા વિનાના મુખ્યપ્રધાને એવાં નિવેદન કર્યાં હતાં જે સંપૂર્ણ જૂઠાણાં હતાં. પ્રજાને હંમેશાં ગેરમાર્ગે દોર્યા કરતા કેજરીવાલના એ જૂઠ અને તેની સાચી સ્થિતિ આ પ્રમાણે છેઃ
— “ઘઉં, લસ્સી વગેરે ઉપર ટેક્સ લદાવાથી ફૂગાવો વધે છે”
ભાષણની શરૂઆતમાં કેજરીવાલે કહ્યું હતું કે લોકોએ હવે શાકભાજી ઓછા ખાવાનું શરૂ કર્યું છે અને બે વખતને બદલે એક જ વખત શાકભાજી ખરીદે છે, ઉપરાંત દૂધનો વપરાશ લોકોએ ઓછો કરી દીધો છે. ફૂગાવાને કારણે આ બધી ચીજોના ભાવ વધ્યા હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે દહીં, મધ, ઘઉં, ચોખા અને અન્ય ચીજો ઉપર ટેક્સ લદાયો છે.
સાચી વાત એ છે કે, ઘઉં, દહીં જેવી ચીજો ઉપર ટેક્સના મુદ્દે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમને 19 એપ્રિલે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે, જીએસટી લાગુ થયો તે પહેલાં રાજ્યો આ બધી ચીજો ઉપર વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) લેતાં જ હતાં. જીએસટીના અમલ પછી તમામ રાજ્યોની સંમતિથી માત્ર પેક ચીજો ઉપર જ જીએસટી લાગે છે, છૂટક ખાદ્ય ચીજો ઉપર કોઈ જીએસટી લાગતો નથી.
— “સરકારે ગરબા ઉપર ટેક્સ લાદી દીધો”
કેજરીવાલે વિધાનસભામાં એવું નિવેદન કરી નાખ્યું હતું કે, ગુજરાત ગરબા માટે જાણીતું છે. લોકો દેવીમાની પૂજા કરે છે, પરંતુ હવે સરકારે તેના ઉપર ટેક્સ લાદી દીધો છે.
આ દાવાની સાચી હકીકત એ છે કે સરકારે કોઈ નવો ટેક્સ ગરબા કે પછી તેના જેવા કાર્યક્રમો ઉપર લાદ્યો નથી. વાસ્તવમાં જીએસટી લાગુ થયો તે પહેલાં મોટાપાયે થતા ગરબાના આયોજનો, જ્યાં પ્રવેશ ફી રૂપિયા 500 કે તેથી વધુ હોય તેના પર 15 ટકા સર્વિસ ટેક્સ લેવાતો હતો. સર્વિસ ટેક્સ ઉપરાંત એ સમયે વેટ પણ લેવાતો હતો. એ જ પ્રથા ચાલુ રાખવામાં આવી છે અને કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી.
— લોન માફી અંગે જૂઠાણું
કેજરીવાલે વિધાનસભામાં એવું પણ નિવેદન કરી નાખ્યું હતું કે, સરકારે તેમના મિત્રોની લોન માફ કરી દીધી છે. આ મિત્રો અબજોપતિ ઉદ્યોગપતિઓ છે, તેમણે હજારો કરોડો રૂપિયાની બેંક લોન લીધી હતી અને હવે મોદી સરકારે તે માફ કરી દીધી.
પરંતુ સાચી વાત એ છે કે, લોન માફી અને લોન રિટનઑફ એ સદંતર અલગ બાબત છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર બેંકોએ તેમની બેલેન્સ શિટમાં હિસાબ સરભર બતાવવા માટે લોન રાઇટઑફ કરવાનું લખ્યું હોય છે, પરંતુ એ લોન અને વ્યાજ નવા નાણાકીય વર્ષમાં કેરી ફોરવર્ડ કરવામાં આવે છે. આમ છતાં લોન સદંતર ભરપાઈ ન થાય તો લેણદારની મિલકતો જપ્ત કરીને વસુલી કરવામાં આવે છે.
— ભાજપે તેના ઑપરેશન લોટસ માટે ઈંધણમાંથી લીધેલા ટેક્સનો ઉપયોગ કર્યો.
દેશમાં કોઈપણ ચૂંટાયેલો પ્રતિનિધિ સાવ સહજ રીતે સમજી શકે કે, પેટ્રોલ-ડીઝલ પર લેવામાં આવતો ટેક્સ કોઈ રાજકીય પક્ષના ખાતામાં જતો નથી. એ કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા થાય છે જેમાંથી સમગ્ર દેશવાસીઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં વપરાય છે. છતાં કેજરીવાલે સાવ બાલિશ જૂઠાણું ફેલાવતા કહ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને 20-20 કરોડમાં ખરીદવાનો પ્રયાસ કરે છે. કેજરીવાલે આગળ વધીને એવું પણ એવું પણ નિવેદન કરી નાખ્યું કે, ભાજપે અલગ અલગ રાજ્યોમાં 277 ધારાસભ્યોની ખરીદીમાં રૂપિયા 5,540 કરોડ રૂપિયા ખર્ચ્યા હશે.
— “અમે આટલી બધી સ્કૂલ બનાવી તેથી ભાજપ ગુસ્સે છે”
કેજરીવાલે એ સંબોધનમાં કહ્યું હતું કે, તેમની સરકારે દિલ્હીમાં ઘણી સ્કૂલ બનાવી છે. જોકે આવું નિવેદન કરતી વખતે દિલ્હીના મુખ્યપ્રધાને વિધાનસભામાં કોઈ આંકડા રજૂ કર્યા નહોતા. પરંતુ એવું હળાહળ નિવેદન કરી દીધું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે અનેક સ્કૂલ બનાવી હોવાથી ભાજપને ગમ્યું નથી અને ભાજપ અમારા ઉપર ગુસ્સે છે. વાસ્તવિક સ્થિતિ તો એવી છે કે દિલ્હીની અનેક સ્કૂલમાં આચાર્ય નથી, તે ઉપરાંત ઘણી સ્કૂલમાં વિજ્ઞાનના વર્ગો જ નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
