ગુજરાત વિરોધી મેધા પાટકર અને તીસ્તા સેતલવાડનું સમર્થન કરતો વિડિયો ઈસુદાન ગઢવીએ કર્યો રિ-શૅર
August 31, 2022
નવી દિલ્હીઃ જે લોકોએ ઘણા દાયકા સુધી સરદાર સરોવરનું કામ ખોરવી નાખીને ગુજરાતની પ્રજાને, ખાસ કરીને કચ્છની પ્રજાને તરસી મારી નાખવાના કારસા કર્યા હતા એવા મેધા પાટકર જેવા લોકોને ઈસુદાન ગઢવી ખભે બેસાડીને ગુણગાન ગાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી એટલેથી પણ નથી અટક્યા અને ગોધરાકાંડના પીડિતોના નાણા ચાંઉ કરી દેવાનો જેના ઉપર આરોપ છે અને તેને કારણે જેલવાસ ભોગવી રહ્યા છે એવા તીસ્તા સેતલવાડનો પણ ગઢવીએ ખુલ્લેઆમ બચાવ કર્યો છે.
વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કોઇનો એક વીડિયો શૅર કર્યો હતો જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના વિરૂદ્ધ અને મેધા પાટકર અને સેતલવાડ જેવા લોકોના વખાણ કરવામાં આવ્યા હતા. એ વીડિયોને સંજય સિંહે એલજી સક્સેના ચોર હૈ એવા હેશટૅગ સાથે શૅર કર્યો હતો. સંજય સિંહના આ ટ્વિટને રિ-શૅર કરીને ગઢવીએ લખ્યું હતું કે, યે ભાજપા મૉડલ હૈ. જિતના આપ ગુનાહ જ્યાદા કરોગે ઉતના ઉનકો પદ મિલેગા.
ये भाजपा मॉडल है ! जितना आप गुनाह ज़्यादा करोगे उतना उनको पद मिलेगा ! https://t.co/Dkosvb0ug9
— Isudan Gadhvi (@isudan_gadhvi) August 30, 2022
વીડિયો મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કિસાન સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા કથિત ખેડૂત નેતા ડૉ. સુનિલમનો છે. તેમાં એ મેધા પાટકર અને તીસ્તા સેતલવાડ જેવાં લોકોને મહાન બતાવી રહ્યા છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાને વિલન ચીતરવાનો પ્રયાસ કર્યો છે.
આખું ગુજરાત નર્મદા વિરોધી મેધા પાટકરથી નારાજ છે એ જાણીતું છે. એ જ રીતે તોફાન પીડિતોના નાણા ચાંઉ કરવાના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા તીસ્તા સેતલવાડે બે દાયકા સુધી ગુજરાતને અને હિન્દુઓને બદનામ કરવાની કોઈ તક છોડી નથી. તેમ છતાં એવા લોકોને મહાન ગણાવતા વીડિયોને ઈસુદાન ગઢવીએ સમર્થન આપીને આમ આદમી પાર્ટીની ગુજરાત વિરોધી માનસિકતાનો પરિચય આપી દીધો છે.
કેજરીવાલ પોતે અગાઉ ઘણીવાર જાહેરામાં ગુજરાત વિરોધી તેમજ હિન્દુત્વ વિરોધી માનસિકતા પ્રગટ કરી ચૂક્યા છે, અને તેથી ગુજરાતમાં પણ તેમના પક્ષના હોદ્દેદારો એવું જ વલણ ધરાવે છે એ વધુ એક વખત સ્પષ્ટ થયું છે.
ये LG तो बहुत ख़तरनाक आदमी है ये मैं क्या सुन रहा हुँ?
ये गैंग के जरिये हमला कराने का आरोपी हैं इन पर FIR है।
जिस व्यक्ति पर भ्रष्टाचार और अपराध के संगीन मामले दर्ज हैं उसको LG क्यों बनाया मोदी जी?
L= Loot
G= Gang#LG_Saxena_Chor_Hai https://t.co/To8Vnuk0We— Sanjay Singh AAP (@SanjayAzadSln) August 30, 2022
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
