રોડ તૂટેલા હોય તો અકસ્માત ઓછા થાયઃ છત્તીસગઢના પ્રધાનના વિચારો
September 01, 2022
રાયપુરઃ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારના શિક્ષણપ્રધાન પ્રેમસાઈ સિંહ ટેકમ કંઇક વિશેષ “જ્ઞાન” ધરાવે છે. જુદા જુદા વિષયો પર જ્યારે પણ તે વક્તવ્ય આપે અથવા મીડિયા સાથે વાત કરી ત્યારે તેમના આ “જ્ઞાન” નો પરિચય તેમના રાજ્યની પ્રજાને મળે છે. અલબત્ત, એ વાત અલગ છે કે કોંગ્રેસને બદલે છત્તીસગઢમાં ભાજપની સરકાર હોત અને ભાજપના કોઈ પ્રધાને આવું કોઈ નિવેદન કર્યું હોત તો એ આખા દેશમાં વાઇરલ થઈ જાત, એટલું જ નહીં પરંતુ એ નિવેદન વિશે મીડિયા ઉપર પણ ચર્ચા શરૂ થઈ જાત.
He would have been viral all over internet if he was BJP minister. pic.twitter.com/UNjcZpWHp4
— Political Kida (@PoliticalKida) September 1, 2022
વાત એમ છે કે, કોંગ્રેસના આ શિક્ષણપ્રધાનને દેશને એવું “જ્ઞાન” આપ્યું છે કે, રસ્તા જો તૂટેલા હોય તો અકસ્માતો ઓછા થાય અને જાનહાની અને ઈજાઓ ઓછી થાય. આ માટે તેમણે છત્તીસગઢના પ્રતાપપુર ક્ષેત્રનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં સારો રસ્તો છે તો ત્યાં લોકો એટલી સ્પીડથી વાહનો ચલાવે છે કે દરરોજ અકસ્માત થાય છે.
કોંગ્રેસના આ શિક્ષણપ્રધાન એટલા બધા “જ્ઞાની” છે કે, નશામુક્તિ અભિયાનના કાર્યક્રમમાં પણ તેઓ દારૂ કેવી રીતે પીવો, તેમાં કેટલું પાણી મિક્સ કરવું, અર્થાત દારુને કેટલા પ્રમાણમાં ડાયલ્યુટ કરીને પીવો એવી સલાહ આપતા પણ સાંભળી શકાય છે. સોશિયલ મીડિયા યુઝર પોલિટિકલ કીડાએ ટેકમના આવા બે વીડિયો શૅર કર્યા છે. જેમાં એકમાં પ્રેમસાઈ સિંહ ટેકમ છત્તીસગઢ પોલીસ દ્વારા આયોજિત નશામુક્તિ અભિયાનના કાર્યક્રમમાં જ દારુ પીવાની રીતભાતનું વર્ણન કરી રહ્યા છે. અને બીજા વીડિયોમાં તેમને તૂટેલા રસ્તા અને સારા રસ્તા વચ્ચે તફાવત કરતા સાંભળી શકાય છે.
ભૂતકાળમાં પણ આ ટેકમભાઈ અસામાન્ય તર્ક આપતા જોવા મળ્યા હતા. એક વખત તેઓ રાયપુરથી પેંડ્રા રોડ ટ્રેનમાં જઈ રહ્યા હતા. ટ્રેન પેંડ્રા રોડ પહોંચી ત્યાં સુધીમાં તેમની બેગ ચોરાઈ ગઈ. રાજ્યના એક મંત્રીની બેગ ચોરાઈ હોવાની માહિતી મળતા મીડિયા તેમની પાસે પહોંચી ગયું હતું અને તેમનો પ્રતિભાવ પૂછ્યો હતો. એ સમયે આ કોંગ્રેસી મંત્રીએ એવું બેહૂદું નિવેદન કર્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારને 100 દિવસ પૂરી થયા એટલે વડાપ્રધાન ટ્રેનમાં ચોરીઓ કરાવી રહ્યા છે.
મજાની વાત એ છે કે, આ પ્રેમસાઈ ટેકમ ડૉક્ટર છે. રાયપુરની સરકારી આયુર્વેદ કૉલેજમાંથી તે બી.એ.એમ.એસ. કરીને ડૉક્ટર થયેલા છે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
